ફ્રાન્સના રાષ્ટ્રપતિની પત્ની મહિલા હોવાના પુરાવા અમેરિકાની કોર્ટમાં રજુ કરાશે, જાણો કારણ
- ફ્રાન્સના રાષ્ટ્રપતિ પત્ની મહિલા હોવાના વૈજ્ઞાનિક પૂરાવા કોર્ટમાં રજુ કરશે
- અમેરિકાના પોડકાસ્ટર દ્વારા આરોપ મુકાયા બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો છે
- અમેરિકાની કોર્ટમાં આ મામલે આગળ શું સામે આવે છે, તે જોવું રહ્યું
Brigitte Macron Case : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને (French President - Emmanuel macron) તેમની પત્ની બ્રિજિટ મેક્રોન (Wife Brigitte Macron) એક મહિલા છે, તે સાબિત કરવા માટે યુએસની કોર્ટમાં "ફોટોગ્રાફિક અને વૈજ્ઞાનિક પુરાવા" રજૂ કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલ મુજબ, મેક્રોને અમેરિકન પોડકાસ્ટર કેન્ડેસ ઓવેન્સ (Candace Owens) પર તેમની પત્ની વિશે બદનક્ષીભર્યા અને વાહિયાત દાવાઓ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બ્રિજિટ જન્મથી જ પુરુષ હતી.
હેરાન કરી રહ્યા હતા
બીબીસીના Fame Under Fire પોડકાસ્ટ પર, મેક્રોનના (French President - Emmanuel macron) વકીલ, ટોમ ક્લેરે (Tom Clare), આ માહિતી જાહેર કરી અને સમજાવ્યું કે, ઓવેન્સ (Candace Owens) ના દાવાઓ બ્રિજિટ મેક્રોનને કેવી રીતે હેરાન કરી રહ્યા હતા, અને રાષ્ટ્રપતિનું ધ્યાન ભંગ કરી રહ્યા હતા. ટોમ ક્લેરે કહ્યું, "જ્યારે કોઈ તેમની કારકિર્દી અને પરિવારનું સંચાલન કરી રહ્યું હોય, અને પછી તેમના પરિવાર પર હુમલો કરવામાં આવે, ત્યારે તે એક સમસ્યા છે, અને મેક્રોન પણ તેનો અપવાદ નથી."
નિષ્ણાત જુબાની રજૂ કરવામાં આવશે
વકીલે મેક્રોન કોર્ટમાં કયા પુરાવા રજૂ કરશે તે અંગે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેમણે કહ્યું કે, કેસમાં નિષ્ણાત જુબાની રજૂ કરવામાં આવશે, જે વૈજ્ઞાનિક પ્રકૃતિની હશે. તેમણે જણાવ્યું હતું કે, દંપતી ઓવેન્સના આરોપો સંપૂર્ણપણે ખોટા છે તે સાબિત કરવા માટે તૈયાર છે. વધુમાં, બ્રિજિટ મેક્રોનની ગર્ભાવસ્થા અને તેમના બાળઉછેર દરમિયાન લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઓવેન્સે દાવો કર્યો હતો કે, બ્રિજિટ મેક્રોન એક પુરુષ છે અને તે પોતાના આરોપો પર અડગ છે.
ગુનામાં શું કહેવામાં આવ્યું છે ?
ધ ગાર્ડિયન અનુસાર, રાષ્ટ્રપતિ મેક્રોન (French President - Emmanuel macron) દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમામાં જણાવાયું છે કે, રાષ્ટ્રપતિ અને તેમની પત્ની સામે અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. આ પછી, રાષ્ટ્રપતિએ 23 જુલાઈના રોજ યુએસએના ડેલાવેરમાં ગુનો દાખલ કર્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમણે ઓવેન્સ (Candace Owens) ને તેના દાવા પાછા ખેંચવાની ઘણી તકો આપી હતી, પરંતુ તેણીએ તેમને અવગણ્યા. આ પછી તેમણે કેસ દાખલ કરવો પડ્યો.
આ પણ વાંચો ----- India-America Trade Deal : ટેરિફના જંગની સમાપ્તિના સંકેત, આર્થિક સલાહકારનું મોટું નિવેદન


