Surat: ગગજી સુતરિયાના નિવેદન પર હર્ષભાઇ સંઘવીની પ્રતિક્રિયા, મહિલાઓ સૌથી વધુ ગુજરાતમાં સુરક્ષિત
- ગગજી સુતરિયાના નિવેદન પર હર્ષભાઇ સંઘવીની પ્રતિક્રિયા
- તેમણે મહિલા સશક્તિકરણની વાત કરી છે: હર્ષભાઇ સંઘવી
- તેઓ સરદાર ધામ સાથે જોડાયેલા છે: હર્ષભાઇ સંઘવી
- આ સંસ્થા મહિલાઓને સશક્ત બનાવવા પ્રયત્ન કરે છે: હર્ષભાઇ સંઘવી
- દેશમાં મહિલાઓ સૌથી વધુ ગુજરાતમાં જ સુરક્ષિત છે: હર્ષભાઇ સંઘવી
પાટીદાર અગ્રણી ગગજી સુતરીયાએ દીકરીઓની સુરક્ષા પર આવેલ નિવેદન પર હર્ષભાઈ સંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, તેમણે મહિલા સશક્તિકરણની વાત કરી છે. તેઓ સરદારધામ સાથે જોડાયેલા છે. આ સંસ્થા મહિલાઓને સશક્ત બનાવવા પ્રયત્ન કરે છે. દેશમાં મહિલાઓ સૌથી વધુ ગુજરાતમાં જ સુરક્ષિત છે. 100 દિવસની અંદર પીડિત મહિલાઓને ન્યાય અપાવવાના ઉદાહરણ છે. મહિલાઓ પરના અત્યાચાર કેસમાં ઝડપી કેસ ચલાવ્યા છે.
UPSC પાસ કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
અમદાવાદના વૈષ્ણદેવી સર્કલ પાસે આવેલ સરદાર ધામ ખાતે UPSC પાસ કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં યોજાયો હતા. સન્માન સમારોહમાં અનેક પાટીદાર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર અગ્રણી ગગજી સુતરીયાએ દીકરીઓની સુરક્ષાને લઈ નિવેદન આપ્યું હતું કે, ગગજી સુતરીયા (gagji Sutaria) ના મતે દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે, સરદાર ધામ (Sardar Dham) માં દીકરીઓને સુરક્ષા માટે સેલ્ફી ડિફેન્સ (Self Defense) ની તાલીમ પણ અપાશે.
દીકરીઓની સુરક્ષા સર્વોપરી
અમદાવાદના સરદાર ધામ ખાતે પાટીદાર અગ્રણી ગગજી સુતરીયા (Gagji Sutaria) એ દીકરીઓની સુરક્ષા મુદ્દે નિવેદનો કર્યા છે. ગગજી સુતરિયાએ દીકરીના સુરક્ષા મુદ્દે જણાવ્યું કે, સરદાર ધામ (Sardardham)માં સેલ્ફ ડિફેન્સ (Self Defense) ની તાલીમ અપાશે. સરદાર ધામ (Sardardham)માં દીકરીઓને તલવારની તાલીમ અપાય છે. આ ઉપરાંત ગગજી સુતરિયા (gagji Sutariya)એ જણાવ્યું કે, દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ. તેમણે કહ્યું કે, અમે 25 વર્ષ આગળનું વિચારીએ છીએ.
આ પણ વાંચોઃ Board Exam Result: કાલે ધોરણ 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ થશે જાહેર
સરદાર ધામમાં ડિફેન્સ તાલીમ
પાટીદાર અગ્રણી ગગજી સુતરીયા (Gagji Sutaria) એ દીકરીઓની સુરક્ષા વધે તે માટે દીકરીઓને જ ડિફેન્સ તાલીમ આપવાની વાત કરી છે. તેમણે જણાવ્યું કે, સરદાર ધામમાં દીકરીઓને તલવાર ચલાવવાની તાલીમ અપાય છે. હવે અમે સરદાર ધામમાં દીકરીઓને (Self Defense) ની તાલીમ પણ આપીશું. અમે 25 વર્ષ આગળનું વિચારીએ છીએ. વર્તમાનમાં માત્ર પાટીદાર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતની દીકરીઓની સુરક્ષા મુદ્દે ગગજી સુતરીયા (Gagji Sutaria) એ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દીકરીઓને કમરમાં રિવોલ્વર રાખવાનું જણાવતા નિવેદન આપ્યું કે, હવે દીકરીઓ કમરમાં રિવોલ્વર રાખે. જેનાથી ગમે ત્યારે તેની સુરક્ષાની સમસ્યા ઊભી થાય ત્યારે તે બહાદૂરી પૂર્વક સામનો કરી શકે છે. દીકરીઓની સુરક્ષા મુદ્દે સરદાર ધામ સતત પ્રયત્નો કરી રહ્યું છે. આ બાબતની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, સરદાર ધામમાં દીકરીઓને તલવાર ચલાવવાની તાલીમ અપાય છે. હવે આગામી દિવસોમાં સરદાર ધામ (Sardar dham)ખાતે દીકરીઓને ડીફેન્સની તાલીમ પણ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Gandhinagar: છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રનું પ્રતિનિધિ મંડળ 7 દિવસના ગુજરાત પ્રવાસે