Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીનગર કલ્ચરલ ફોરમના દિવ્ય નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ, MLA અલ્પેશ પટેલ અને મેયર મીરાબેન પટેલ ખાસ હાજર રહ્યા

ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમના દિવ્ય નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ , મેયર મીરાબેન પટેલ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના દિવ્ય નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ  mla અલ્પેશ પટેલ અને મેયર મીરાબેન પટેલ ખાસ હાજર રહ્યા
Advertisement
  • ગાંધીનગર કલ્ચરલ ફોરમના દિવ્ય નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ
  • પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીએ આરતી ઉતારી
  • મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રહ્યા હાજર
  • શહેર ભાજપ અધ્યક્ષ આશિષ દવેએ માતાજીની આરતી ઉતારી

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત દિવ્ય નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે, જેનાથી શહેરના વાતાવરણમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માહોલ છવાયો છે. આ મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ અત્યંત ભક્તિભાવપૂર્ણ માહોલમાં યોજાયો.આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીએ આરતી ઉતારી હતી.  મેયર મીરાબેન પટેલ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કલ્ચરલ ફોરમના દિવ્ય નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ 

Advertisement

નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજી દ્વારા માતાજીની આરતી ઉતારીને કરવામાં આવ્યો હતો. જેમણે આ પવિત્ર અવસરે તેમના આશીર્વચન પાઠવ્યા હતા. તેમના આશીર્વાદથી આ મહોત્સવને એક અનોખી દિવ્યતા પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને શહેર ભાજપ અધ્યક્ષ આશિષ દવે પણ માતાની આરતી ઉતારી હતી.

Advertisement

કલ્ચરલ ફોરમના દિવ્ય નવરાત્રિમાં  ખેલૈયાઓ ગરબે ઘુમી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત આ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કર્યું છે. મહોત્સવમાં પરંપરાગત ગરબાની સાથે સાથે આધ્યાત્મિક અને સામાજિક મૂલ્યોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અહીં ગરબે રમવા આવતા ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે એક સુરક્ષિત અને ભક્તિમય વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે.નવરાત્રિના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શહેરીજનો ગરબે ઘૂમવા માટે ઉમટી પડ્યા હતા. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવીને ઉત્સવનો માહોલ જીવંત બનાવ્યો હતો. આ મહોત્સવ આગામી નવ દિવસ સુધી ચાલશે અને ગાંધીનગરના લોકોને ભક્તિ, આનંદ અને ઉત્સાહથી ભરેલા દિવસોનો અનુભવ કરાવશે. આયોજકોને આશા છે કે આ વર્ષે પણ આ મહોત્સવ સફળ રહેશે અને લોકોના દિલ જીતી લેશે.

આ પણ વાંચો:   ભરૂચમાં નવરાત્રિના પ્રથમ નોરતે જ વરસાદ, ખેલૈયાઓમાં જોવા મળી ભારે નિરાશા

Tags :
Advertisement

.

×