Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : કેબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્વ નિર્ણય, આણંદ મનપાનું નામ બદલવા મંજૂરી, ગંભીરા બ્રિજ ફરી બનાવાશે

આ સાથે 1800 જેટલા બ્રિજોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. તપાસ બાદ 1800 પૈકી 133 પુલોને બંધ કરવામાં આવ્યા છે.
gandhinagar   કેબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્વ નિર્ણય  આણંદ મનપાનું નામ બદલવા મંજૂરી  ગંભીરા બ્રિજ ફરી બનાવાશે
Advertisement
  1. ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી (Gandhinagar)
  2. બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયા, આણંદ મનપાનું નામ બદલાયું
  3. આણંદ મનપા હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે
  4. વડોદરાનાં ગંભીરા બ્રિજને 12 મહિનામાં ફરી બનાવવા CM નો આદેશ
  5. પાટીદાર સમાજ બાદ ક્ષત્રિય સમાજના યુવાનોને પણ મળી શકે છે મોટી રાહત

Gandhinagar : આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ હતી. બેઠક બાદ મંત્રી અને પ્રવક્ત ઋષિકેશ પટેલે (Rushikesh Patel) માહિતી આપતા જણાવ્યું કે, આણંદ મનપાનું (Anand Municipal Corporation) નામ બદલી કરમસદ આણંદ મનપા કરવા નિર્ણય કરાયો છે. સાથે જ ગંભીરા બ્રિજને (Gambhira Bridge) 12 મહિનામાં ફરી બનાવવામાં આવશે. વરસાદની સ્થિતિ અંગે કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવી છે. ઉપરાંત, પાટીદાર સમાજ બાદ ક્ષત્રિય સમાજને પણ સરકાર મોટી રાહત આપી શકે છે. આંદોલન સમયે ક્ષત્રિય સમાજના (Kshatriya Samaj) યુવાનો સામે થયેલા કેસ પાછા લેવાય તેવી શક્યતાઓ છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : મારવાડી યુનિ.માં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ પર નશા-દેહવેપારનો ગંભીર આરોપ

Advertisement

આણંદ મનપા હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે

ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી કેટલાક મહત્ત્વનાં નિર્ણય કર્યા છે. આ બેઠક બાદ મંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે માહિતી આપતા જણાવ્યું કે, આણંદ મનપાનું નામ બદલી કરમસદ આણંદ મનપા (Karamsad Anand Municipal Corporation) કરવા સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટ બેઠકમાં મંજૂરી આપતા હવેથી આણંદ મનપા કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે. સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો દ્વારા આ માટે અગાઉ રજૂઆત કરાઈ હતી.

આ પણ વાંચો - Amit Khunt Case : ચકચારી અમિત ખૂંટ કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાને કોર્ટથી મોટો ઝટકો!

ગંભીરા બ્રિજને 12 મહિનામાં ફરી બનાવાશે, રાજ્યમાં વરસાદની સમીક્ષા કરાઈ

પ્રવક્તા ઋષિકેશ પટેલે (Rushikesh Patel) વધુમાં જણાવ્યું કે, વડોદરાનો ગંભીરા બ્રિજ (Gambhira Bridge) 12 મહિનામાં ફરી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યો છે. આ સાથે 1800 જેટલા બ્રિજોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. તપાસ બાદ 1800 પૈકી 133 પુલોને બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત, તેમણે જણાવ્યું કે, રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવી છે. સિઝનનો સારો વરસાદ રાજ્યમાં થઈ ચૂક્યો છે. નર્મદા ડેમમાં 92.96 જેટલો સંગ્રહ પાણી હાલ ઉપલબ્ધ છે. જ્યારે રાજ્યનાં 200 ડેમો પૈકી 40 ડેમો હાઈ એલર્ટ પર છે. 26 ડેમો ગુજરાતનાં 100 ટકા ભરાય ગયા છે. તેમણે જણાવ્યું કે, 'વન ડિસ્ટ્રિક વન પ્રોડક્ટ્સ' અંગે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને બ્રોઝ મેડલ મળ્યો છે. એક જિલ્લામાં એક અનોખા ઉત્પાદનની ઓળખ કરવામાં આવી હતી. સ્થાનિક તંત્રને મજબૂત કરવાનો પ્રયાસ હતો.

પાટીદાર બાદ ક્ષત્રિય સમાજના યુવાનો સામેનાં કેસ પાછા ખેંચાઈ શકે છે

એવી પણ માહિતી છે કે પાટીદાર બાદ હવે ક્ષત્રિય સમાજને (Kshatriya Samaj) પણ આગામી સમયમાં રાજ્ય સરકાર મોટી રાહત આપી શકે છે. ક્ષત્રિય આંદોલન સમયે સમાજનાં યુવાનો સામે થયેલા કેસોને સરકાર પાછા ખેંચી શકે છે. આ અંગે ચર્ચા કરવા માટે ગાંધીનગરમાં ક્ષત્રિય આગેવાનોએ સરકાર સાથે બેઠક કરી હોવાની પણ વિગતો સામે આવી છે. કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. આથી, ટૂંક સમયમાં કેસ પાછા ખેંચવા અંગે નિર્ણય લેવાઈ શકે છે.

આ પણ વાંચો - Gujarat News: ગુજરાતના લોકોને મોટું આંદોલન કરવા ગોપાલ ઇટલીયાનું આહવાન

Tags :
Advertisement

.

×