Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: વાહન ચાલકે વાંદરાને લીધો હડફેટે; ટળવળતું રહ્યું વાનર બાળ

Gandhinagar: માનવી અત્યારે નિષ્ઠુર થતો જાય છે, અબોલા પ્રાણીઓ પ્રત્યે લગાવ સતત ઘટી રહ્યો છે. માનવતાને શરમાવે તેવો એક કિસ્સો આજે ગાંધીનગરમાંથી પ્રકાશમાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, ગાંધીનગરમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે એક વાંદરા (માદા)ને હડફેટે લીધો...
gandhinagar  વાહન ચાલકે વાંદરાને લીધો હડફેટે  ટળવળતું રહ્યું વાનર બાળ
Advertisement

Gandhinagar: માનવી અત્યારે નિષ્ઠુર થતો જાય છે, અબોલા પ્રાણીઓ પ્રત્યે લગાવ સતત ઘટી રહ્યો છે. માનવતાને શરમાવે તેવો એક કિસ્સો આજે ગાંધીનગરમાંથી પ્રકાશમાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, ગાંધીનગરમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે એક વાંદરા (માદા)ને હડફેટે લીધો હતો. નોંધનીય છે કે, હડફેટે લીધા બાદ અજાણ્યો વાહન ચાલક ત્યાથી જતો રહ્યો હતો. આ દરમિયાન એક જાગૃત રાહદારીએ માનવતા દેખાડી અને ઘાયલ વાંદરાને રોડની સાઈડમાં લીધો. ત્યારબાદ સત્વરે ગાંધીનગર Gandhinagar)એનિમલ હેલ્પ લાઈનમાં ઘટનાની જાણ કરી હતી. જેથી વાંદરાનો જીવ બચાવી શકાય. પરંતુ દોઢ કલાક બાદ પણ એનિમલ હેલ્પમાંથી કોઈ આવ્યું નહીં.

બચાવની વાત તો છોડો માત્ર શબ લેવા આવી ટીમ

નોંધનીય છે કે, જાગૃત નાગરિક મૌલિકભાઈ પરમાર દ્વારા ફરી ફોન કરવામાં આવ્યો તો સામે એનિલમ હેલ્મમાંથી લોકો માત્ર બહાના જ બતાવી રહ્યા હતા. પહેલા કહ્યું કે, અમારી પાસે કોઈ વાહન નથી, અડધો કલાક પછી ફરી ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, અમે રસ્તામાં જ છીએ અને દોઢ કલાક પછી ફરી જ્યારે ફોન કર્યો ત્યારે એનિમલ હેલ્પ લાઈન વાળાએ કહ્યું કે, અમારી પાસે ડૉક્ટર નથી. તો અહીં પ્રશ્ન એ થાય છે કે, જો એનિમલની સારસંભાળ લેવાની ક્ષમતા નથી તો માત્ર નામના ઢોંગ શા માટે કરવામાં આવી રહ્યા છે?

Advertisement

માતાને વળગીને રડતું રહ્યું વાનર બાળ

ચોંકાવનારી બાબત એ છે કે, અહીં ગાંધીનગર (Gandhinagar) રોડ પર વાંદરા (માદા) દોઢ કલાક સુધી ટળવતી રહીં પરંતુ કોઈ સારવાર ના મળતા આખરે તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. આ દરમિયાન નાનું વાનર બાળ પોતાની માતાને ભેડીને તેની ભાષામાં પોતાની જનેતાને ગુમાવ્યાનો વિલાપ કરી રહ્યું હતું. કદાચ જો સમયસર એનિમલ હેલ્પ વાળા આવીને સારવાર આપી શક્યો હોત તો, વાનર બાળને પોતાની જનેતા ના ગુમાવી પડી હોત. આજે એક ઘોર બેદરકારીના કારણે નિર્દોષ અબોલા પ્રાણીનો જીવ જતો રહ્યો. અફસોસ કે, આના માટે કોઈ કાર્ટમાં કેસ નથી ચાલતા કે, તે નાનું વાનર બાળ પોતાની માતા માટે કેસ કરી શકે અને ન્યાય માંગી શકે!

Advertisement

આ પણ વાંચો: World Music Day: આ ગામમાં છે કલાકરોની ફોજ, દરેકની જીભ પર વસે છે સરસ્વતી

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટે પુષ્ટિમાર્ગીઓની અરજી ફગાવીને ‘Maharaj’ ફિલ્મને આપી લીલીઝંડી

આ પણ વાંચો: Bharuch: 9 વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ, મેડિકલ રિપોર્ટમાં ભાંડો ફુટતા બંનેની ધરપક

Tags :
Advertisement

.

×