Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત આવશે, વાંચો વિગત
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતની મુલાકાતે આવશે
- આવતીકાલે સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભામાં હાજર રહેશે
- કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવશે
- અમિત શાહ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ આવશે
Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (JP Nadda) અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' (International Yoga Day 2025) નિમિત્તે જ્યારે જે.પી. નડ્ડા આવતીકાલે યોજાનાર સ્વ. વિજય રૂપાણીની (Vijay Rupani) પ્રાર્થના સત્રામાં હાજર રહેવા ગુજરાત આવશે.
આ પણ વાંચો - Gujarat by-Election : બપોરે 1 વાગ્યા સુધીમાં કડીમાં 34.79 ટકા અને વિસાવદરમાં 39.25 ટકા મતદાન થયું
-કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવશે અમદાવાદ
-અમિત શાહ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે અમદાવાદમાં
-21 જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં થશે સહભાગી
-પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ દિવસની ઉજવણીમાં આપશે હાજરી
-ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત કાર્યક્રમમાં આપશે… pic.twitter.com/YUIipY0G9r— Gujarat First (@GujaratFirst) June 19, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે
દેશભરમાં 21 જૂને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે, ગુજરાતમાં પણ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની (International Yoga Day 2025) ઉજવણી કરવામાં આવશે. માહિતી અનુસાર, અમદાવાદમાં (Ahmedabad) પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ દિવસની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) અમદાવાદ આવશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે રાત્રે 8:00 કલાકે અમદાવાદ પહોંચશે.
આ પણ વાંચો - Gujarat Rain : છોટાઉદેપુર જિલ્લામાં સતત 4 દિવસથી વરસી રહ્યો છે વરસાદ, ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય
-ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આવશે ગુજરાત
-આવતીકાલે સ્વ.વિજય રૂપાણીની પ્રાર્થના સભામાં રહેશે હાજર
-જે. પી. નડ્ડા સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવશે
-CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ રહેશે હાજર
-કમલમ ખાતે યોજાશે સ્વ. વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ સભા… pic.twitter.com/tx6qYtadzA— Gujarat First (@GujaratFirst) June 19, 2025
જે.પી. નડ્ડા સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવશે
ભાજપના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુજરાતની મુલાકાતે આવશે. આવતીકાલે ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાર્થના સભામાં હાજરી આપી જે.પી. નડ્ડા (JP Nadda) સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવશે. તેમની સાથે મહાસચિવ વી. સતીશ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલ (CR Patil) પણ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો - Rain in Surat: સુરતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદ પડયો


