ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ganesh Gondal Case : હાઈપ્રોફાઈલ કેસમાં બંને પક્ષની દલીલો પૂર્ણ, હવે આવતીકાલ પર સૌની નજર!

જૂનાગઢ સેશન્સ કૉર્ટમાં જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ફરિયાદી અને આરોપી પક્ષની દલીલો પૂર્ણ થઇ ગણેશ ગોંડલનું શું થશે ? આવતીકાલે ચુકાદો આવશે! Ganesh Gondal Case : ગોંડલનાં ધારાસભ્યનાં પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલને (Ganesh...
07:31 PM Aug 22, 2024 IST | Vipul Sen
જૂનાગઢ સેશન્સ કૉર્ટમાં જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ફરિયાદી અને આરોપી પક્ષની દલીલો પૂર્ણ થઇ ગણેશ ગોંડલનું શું થશે ? આવતીકાલે ચુકાદો આવશે! Ganesh Gondal Case : ગોંડલનાં ધારાસભ્યનાં પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલને (Ganesh...
  1. જૂનાગઢ સેશન્સ કૉર્ટમાં જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ
  2. ફરિયાદી અને આરોપી પક્ષની દલીલો પૂર્ણ થઇ
  3. ગણેશ ગોંડલનું શું થશે ? આવતીકાલે ચુકાદો આવશે!

Ganesh Gondal Case : ગોંડલનાં ધારાસભ્યનાં પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલને (Ganesh Gondal) લઈ મોટા સમાચાર આવ્યા છે. જૂનાગઢ સેશન્સ કૉર્ટમાં (Junagadh Court) જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ છે. ફરિયાદ અને આરોપી પક્ષની દલીલો પૂર્ણ થઈ છે. હવે આરોપી ગણેશ ગોંડલનું શું થશે ? તે આવતીકાલે જાણવા મળશે. કારણ કે આવતીકાલે કોર્ટ આ મામલે ચુકાદો આપી શકે છે.

આ પણ વાંચો - હેલ્મેટ, ખોટી રીતે પાર્કિંગ જેવા ટ્રાફિક નિયમોનું પાલન ન કર્યું તો પડશે ભારે! High Court ની સરકારને કડક સૂચના

ફરિયાદી અને આરોપી પક્ષની દલીલો પૂર્ણ

જુનાગઢમાં (Junagadh) દલિત સમાજનાં આગેવાન રાજુ સોલંકીના (Raju Solanki) પુત્ર સંજય સોલંકીનું (Sanjay Solanki) અપહરણ કરીને ઢોર માર માર્યાનાં આક્ષેપ હેઠળ ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા (Geetaba Jadeja) અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં (Jayrajsinh Jadeja) પુત્ર ગણેશ જાડેજા (Ganesh Gondal) ઉર્ફે ગણેશ ગોંડલ સહિત સહિત 10 જેટલા સાગરિતો જેલમાં છે. આ કેસમાં ગણેશ ગોંડલે કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેના પર આજે સુનાવણી પૂર્ણ થઈ છે. કોર્ટમાં ફરિયાદી અને આરોપી પક્ષે પોતાની દલીલો પૂર્ણ કરી છે. આથી હવે આવતીકાલે જૂનાગઢ સેશન્સ કોર્ટ આ કેસમાં ચુકાદો આપી શકે છે. એટલે કે ગણેશ ગોંડલને રાહત મળશે કે પછી જેલમાં રહેવું પડશે તે આવતીકાલે ખબર પડશે.

આ પણ વાંચો - Surat: મેટ્રો કામીગીરી સમયે મકાન પર અચાનક ધડાકાભેર પડી મસમોટી ક્રેઇન અને પછી....

ગણેશ જાડેજા બે માસથી જેલમાં

જણાવી દઈએ કે, આરોપી ગણેશ ગોંડલ (Ganesh Gondal Case) છેલ્લા બે માસથી જેલવાસ ભોગવી રહ્યો છે. જ્યારે બીજી તરફ ગુજસીટોક અંતર્ગત રાજુ સોલંકી અને ફરિયાદી સંજય સોલંકી પણ હાલમાં જેલમાં કેદ છે. આ કેસમાં એટ્રોસિટી એક્ટ હેઠળ (Atrocity Act) ગંભીર આક્ષેપો સાથે પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. ગણેશ ગોંડલ ધારાસભ્યનો પુત્ર હોવાથી આ મામલો ખૂબ જ ચર્ચામાં છે.

આ પણ વાંચો - Ahmedabad : વધુ એક જાણીતા ગાયક કલાકાર વિરુદ્ધ ફરિયાદ, 15-20 ગાડીઓ લઈ હુમલો કરવા પહોંચ્યાનો આરોપ

Tags :
Atrocity ActChargSheetGanesh GondalGanesh JadejaGondalGondal PoliceGujarat FirstGujarat High CourtGujarati Newsjayrajsinh jadejaJunagadhJunagadh CourtMLA Geetaba JadejaRAJKOTRaju SolankiSanjay Solanki
Next Article