દુબઈમાં ગેંગવોર, અમદાવાદની જેલમાં કેદ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના સાગરિતની દુબઈમાં હત્યા કરાવી હોવાનો દાવો રોહિત ગોદારાએ કર્યો
Gangwar in Dubai : વિશ્વના સુરક્ષિત શહેરોમાં અગ્ર ક્રમે આવતું સંયુક્ત આરબ અમીરાતનું દુબઈ (Dubai United Arab Emirates) ચર્ચામાં આવ્યું છે. ગુજરાત સહિત ભારતભરના બુકીઓ તેમજ ગુનેગારો માટે સ્વર્ગ સમાન દુબઈમાં ગેંગવોર (Gangwar in Dubai) માં એક હત્યા થઈ હોવાની વાત સામે આવી છે. ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ (Gangster Lawrence Bishnoi) થી અલગ પડેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પર મુકેલી એક પોસ્ટને લઈને દુબઈની સુરક્ષા પર અનેક સવાલ પેદા કર્યા છે. ગેંગવોરના પરિણામે થયેલી આ કથિત હત્યાની કોઈ સત્તાવાર પુષ્ટી તો નથી કરી, પરંતુ આ મામલે કોઈ પ્રતિક્રિયા પણ આપી નથી. ગેંગસ્ટર રોહિત ગોદારા (Gangster Rohit Godara) અને લૉરેન્સ બિશ્નોઈ વચ્ચેની લડાઈએ દુબઈમાં ખળભળાટ મચાવી દીધો છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત સહિત ભારતભરમાંથી દુબઈમાં છુપાયેલા બુકીઓ અને ગુનેગારો આ ઘટના બાદ ભારે વિમાસણમાં મુકાયા છે.
Gangwar in Dubai એ સુરક્ષા પર સવાલ પેદા કર્યા
થોડાંક મહિનાઓ પહેલાં ગેંગસ્ટર લૉરેન્સ માટે કામ કરતા રોહિત ગોદારા અને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે (Gangster Goldy Brar) બિશ્નોઈ ગેંગથી અલગ પડી ગયા છે. બે સપ્તાહ અગાઉ રોહિત ગોદારાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ મુકીને લૉરેન્સ બિશ્નોઈ માટે કામ કરતા જોરા સિધ્ધુ ઉર્ફે સિપ્પાનું ગળુ કાપીને દુબઈમાં હત્યા (Jora Sidhu aka Sippa Murder in Dubai) કરાવી હોવાનો દાવો કર્યો છે. રોહિત ગોદારાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ દુબઈમાં ગેંગવોર (Gangwar in Dubai) શરૂ થઈ હોવાની વાતો વહેતી થઈ ગઈ છે. આ સનસનાટીભર્યા હત્યાકાંડે મોટા સવાલ ઉભા કર્યા છે Dubai is Safe ?
પોસ્ટમાં રોહિત ગોદારાનો શું છે દાવો ?
13 નવેમ્બરની Rohit Godara Social Media Post માં લખ્યું છે કે, જય શ્રી રામ. રામ રામ બધા ભાઈઓને. હું રોહિત ગોદારા, ગોલ્ડી બ્રાર, વિરેન્દ્ર ચારણ, મહેન્દ્ર સારણ ડેલાણા, વિક્કી પહેલવાન કોટકપુરા આજે જે દુબઈમાં લૉરેન્સના સાગરિત જોરા સિધ્ધુ ઉર્ફે સિપ્પાનું ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે, જે અમે કરાવી છે. આ લૉરેન્સનો હેન્ડલર બનીને અમારા ભાઈની જર્મનીમાં હત્યા કરાવવા માણસો મોકલ્યા હતા. દુબઈમાં બેસીને આ શખસ અમેરિકા અને કેનેડામાં લૉરેન્સના નામે ધમકીઓ આપતો હતો. લોકો કહે છે કે, દુબઈ સુરક્ષિત છે (Dubai is Safe), તો અમારાથી દુશ્મની કરીને ક્યાંય પણ સુરક્ષિત નહીં રહીં શકાય. જો આ વાત સાચી હોય તો સુરક્ષિત મનાતા દુબઈમાં બિશ્નોઈ અને ગોદારા ગેંગ વચ્ચેની લડાઈ (Gangwar in Dubai) ફરી આગળ વધી શકે છે.
લૉરેન્સ બિશ્નોઈનો CA હતો મૃતક
Gangwar in Dubai અને તે પણ ભારતીય ગેંગ વચ્ચે. ગેંગસ્ટર લૉરેન્સ અને ગોલ્ડી બ્રાર/રોહિત ગોદારા ગેંગ (Lawrence Bishnoi vs Goldy Brar and Rohit Godara) વચ્ચેની અથડામણના સમાચાર દેશ અને વિદેશની ધરતી પરથી થોડાંક મહિનાઓથી આવી રહ્યાં છે. ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારાએ દુબઈ સ્થિત લોરેન્સ બિશ્નોઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોરા સિધ્ધુ (Jora Sidhu CA) નું ગળું કાપી હત્યા કરાવી છે. જોરા સિધ્ધુ લૉરેન્સના બેનંબરી આર્થિક વ્યવહારોનું સંચાલન કરતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - SIR કામગીરી દરમિયાન ગુજરાતમાં 5થી વધુ BLOના નિધન થયા: કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશી


