Ahmedabad GMDC ગ્રાઉન્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત
- Ahmedabad GMDC ગ્રાઉન્ડ પાસે અકસ્માત
- અક્સ્માતમાં એક બાઇકચાલકનું મોત
- ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી
GMDC Accident Ahmedabad: ગુજરાતમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને વાહન ચાલકો વાહન હંકારે છે જેના લીધે ગમખ્વાર અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇકચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજયું છે. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં બાઇકચાલકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
Ahmedabad GMDC ગ્રાઉન્ડ પાસે અકસ્માતમાં બાઇકસવારનું મોત
આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલમાં, ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની મદદથી અકસ્માત સર્જીને ભાગી ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Aપોલીસે અજાણ્યા વાહન ચાલકને પકડવા માટે સઘન તપાસ હાથ ધરી
નોંધનીય છે કે ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને કાયદેસરની કાર્યવાહી માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે આ અકસ્માત કયા વાહન દ્વારા થયો છે તે જાણવા માટે આસપાસના પેટ્રોલ પંપ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સ પર લાગેલા CCTV ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને બેફામ ડ્રાઇવિંગના કારણે થયેલા આ અકસ્માતમાં પોલીસ ટૂંક સમયમાં આરોપીને ઝડપી પાડવાની ખાતરી આપી રહી છે.
આ પણ વાંચો: Asaram case: આસારામ કેસમાં નવો વળાંક! જામીનની આ કડક શરત કેમ બદલાઈ ગઈ?