Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GOOGLE PHOTOS એક સમયે બોરીંગ લાગતો વિકલ્પ હવે બનશે AI નો પ્રવેશદ્વાર

GOOGLE PHOTOS : હવે વપરાશકર્તાઓને તેમના ફોટા વગેરે માટે AI ટૂલ્સનો ઉપયોગ કરવા માટે કોઈપણ એપ્લિકેશનની મદદ લેવાની જરૂર નથી
google photos એક સમયે બોરીંગ લાગતો વિકલ્પ હવે બનશે ai નો પ્રવેશદ્વાર
Advertisement
  • ગુગલ ફોટોસ એડવાન્સ ફિચર્સથી સજ્જ બનશે
  • ઓગસ્ટ માસમાં તેનું અમેરિકામાં લોન્ચિંગ કરાશે
  • યુઝર્સ તેમનો રીયલટાઇમ અનુભવ કંપની સાથે શેર કરી શકશે

GOOGLE PHOTOS : ગૂગલ ફોટોઝમાં ઘણા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટૂલ્સ આવી ગયા છે. તાજેતરમાં ગૂગલ દ્વારા ફોટોઝ (GOOGLE PHOTOS) માટે ઘણી નવી સુવિધાઓની જાહેરાત કરી છે. આ સુવિધાઓની મદદથી વપરાશકર્તાઓ તેમની જૂની યાદોને વધુ સર્જનાત્મક બનાવી શકશે. વપરાશકર્તાઓ હવે કોઈપણ થર્ડ-પાર્ટી એપ વગર ગૂગલ ફોટોઝ દ્વારા વિવિધ ફોટાઓનો વિડિઓ બનાવી શકે છે. વધુમાં, ફોટાને એનાઇમ, કોમિક્સ, સ્કેચ અથવા 3D એનિમેશન જેવી વિવિધ શૈલીઓમાં આસાનીથી રૂપાંતરિત કરી શકાશે. Google Photos માં એક નવું ટેબ ઉમેરવામાં આવ્યું છે. કંપનીએ આ ટેબ હેઠળ બધા સર્જનાત્મક ફિચર્સ પૂરા પાડ્યા છે.

ગૂગલ ફોટોઝને એઆઈ ટૂલ્સ મળે છે

AI સાથે Google Photos વપરાશકર્તાઓ માટે વધુ ઉપયોગી બનશે. હવે વપરાશકર્તાઓને તેમના ફોટા વગેરે માટે AI ટૂલ્સનો ઉપયોગ કરવા માટે કોઈપણ એપ્લિકેશનની મદદ લેવાની જરૂર નથી. તેઓ ફક્ત Google Photos દ્વારા જ બધું કરી શકે છે. લોકો નવી સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે અને તેનો અનુભવ ગુગલ જોડે શેર પણ શકે છે. ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, આ સુવિધાઓ હજુ પણ પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ છે. આ કારણોસર તેઓ વપરાશકર્તાઓ પાસેથી પ્રતિસાદ માંગશે. વપરાશકર્તાઓ AI દ્વારા બનાવેલી છબીઓ અને વિડિઓઝ પર થમ્બ્સ-અપ અથવા થમ્બ્સ-ડાઉન આપીને તેમનો પ્રતિસાદ આપી શકે છે. આનાથી ગુગલને પ્રોડક્ટ સુધારવામાં મદદ મળશે.

Advertisement

MyHeritage જેવી એપ્સ ખૂબ લોકપ્રિય બની

બ્લોગ પોસ્ટ મુજબ, વપરાશકર્તાઓ હવે ગૂગલ ફોટોઝમાં તેમના ફોટામાંથી વિડિઓઝ બનાવી શકે છે. આ સુવિધા પહેલેથી જ જેમિની અને યુટ્યુબ પર ઉપલબ્ધ છે. ગૂગલના વીઓ 2 મોડેલ દ્વારા સંચાલિત, તમે નવા ફોટો ટુ વિડીયો ફીચરની મદદથી ફોટામાંથી વિડીયો બનાવી શકો છો. થોડા સમય પહેલા MyHeritage જેવી એપ્સ ખૂબ લોકપ્રિય બની હતી. પહેલા લોકો આ એપ દ્વારા પોતાના જૂના પરિવારના ફોટાને એનિમેટ કરતા હતા. હવે AI ની મદદથી આ કામ વધુ સરળ બની ગયું છે.

Advertisement

ફોટામાંથી વિડિઓ કેવી રીતે બનાવવી

આ માટે પહેલા તમારે ફોટો પસંદ કરવો પડશે. તે પછી તમને બે વિકલ્પો મળશે. તેમાંથી કોઈપણ એક પસંદ કરીને, તમે તમારા ફોટાને 6-સેકન્ડના વિડિઓમાં કન્વર્ટ કરી શકો છો. ફોટો-ટુ-વિડિયો સુવિધા હાલમાં યુએસમાં એન્ડ્રોઇડ અને iOS વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.

રીમિક્સ ફીચર પણ મજેદાર છે

ગુગલનું બીજું એક નવું ફીચર રીમિક્સ છે. તે ગૂગલના ઈમેજીન એઆઈ મોડેલ પર ચાલે છે. આની મદદથી તમે તમારા કોઈપણ ફોટાને માત્ર થોડીક સેકન્ડમાં અલગ અલગ શૈલીમાં કન્વર્ટ કરી શકો છો. આ સુવિધા થોડા અઠવાડિયામાં યુએસમાં એન્ડ્રોઇડ અને iOS વપરાશકર્તાઓ માટે પણ ઉપલબ્ધ થશે.

AI દ્વારા બનાવેલા વીડિયોને સરળતાથી ઓળખો

ગૂગલ ફોટોઝમાં AI નો ઉપયોગ કરીને બનાવેલી બધી છબીઓ અને વિડિઓઝ પર એક ખાસ વોટરમાર્ક હશે. તેને સિન્થઆઇડી ડિજિટલ વોટરમાર્ક કહેવામાં આવે છે. આ બતાવશે કે, આ છબી અથવા વિડિઓ AI નો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આનો અર્થ એ છે કે કોઈ પણ આ સુવિધાનો દુરુપયોગ કરી શકશે નહીં. ગૂગલ ફોટોઝ પહેલાથી જ રીઇમેજાઇન જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરીને એડિટ કરેલી છબીઓ પર આ વોટરમાર્ક લાગુ કરે છે.

ઓગસ્ટમાં આવશે 'ક્રિએટ ટેબ'

આ ખાસ ટેબ ઓગસ્ટ 2025 માં ગૂગલ ફોટોઝમાં ઉમેરવામાં આવશે. ગૂગલ તરફથી કહેવામાં આવ્યું છે કે, તે સમયાંતરે આ ટેબને અપડેટ કરતું રહેશે. તેમાં નવા ફીચર્સ અને પ્રયોગો ઉમેરવામાં આવશે. વધુમાં જૂના ફીચર્સમાં પણ સુધારો કરવામાં આવશે. ગૂગલે યુટ્યુબ શોર્ટ્સ માટે પણ આવા જ એઆઈ ટૂલ્સ લોન્ચ કર્યા છે. હવે ફોટામાંથી વીડિયો બનાવવાનો વિકલ્પ યુટ્યુબ શોર્ટ્સમાં પણ ઉપલબ્ધ થશે. વધુમાં નવી AI ઇફેક્ટ્સ પણ ઉપલબ્ધ થશે. આ બધા વીઓ 2 મોડેલ પર ચાલશે.

આ પણ વાંચો ---- ભારતમાં Google ની જંગી કમાણી, આંકડા તમને આશ્ચર્યચકિત કરી દેશે

Tags :
Advertisement

.

×