Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gram Panchayat Election : ક્યાંક ચૂંટણીનો બહિષ્કાર તો ક્યાંક ઘોર બેદરકારીથી મતદારોમાં રોષ

દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકામાં (Jhalod) મતદાન મથક પર બબાલ થતાં 24 જૂને ફરી મતદાન યોજાશે.
gram panchayat election   ક્યાંક ચૂંટણીનો બહિષ્કાર તો ક્યાંક ઘોર બેદરકારીથી મતદારોમાં રોષ
Advertisement
  1. રાજ્યમાં આજે ગ્રામ્ય પંચાયતની ચૂંટણીનો મહાપર્વ ઊજવાયો (Gram Panchayat Election)
  2. છોટાઉદેપુરમાં પાડલીયા ગામે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો
  3. દાહોદના ઝાલોદના મોટી હાંડી ખાતે બે પક્ષો વચ્ચે માથાકૂટ થતાં પથ્થરમારો
  4. વડોદરાના ડભોઇ તાલુકામાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી સામે આવી

Gram Panchayat Election 2025 : રાજ્યમાં આજે ગ્રામ્ય પંચાયતની ચૂંટણીનો મહાપર્વ (Gujarat Gram Panchayat Election 2025) ઊજવાઈ રહ્યો છે. ત્યારે, છોટાઉદેપુરમાં એક ગામમાં લોકોએ ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કર્યો છે. જ્યારે, દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકામાં (Jhalod) મતદાન મથક પર બબાલ થતાં 24 જૂને ફરી મતદાન યોજાશે. વડોદરાનાં ડભોઈ તાલુકામાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી સામે આવી છે.

Advertisement

છોટાઉદેપુરમાં પાડલીયા ગામે લોકોએ ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કર્યો

રાજ્યમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election) વચ્ચે છોટાઉદેપુર તાલુકાનાં (Chhotaudepur) પાડલીયા ગામનાં લોકોએ ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કર્યો છે. તાલુકાની અંબાલા ગ્રામ પંચાયતમાં આવેલ પાડલીયા ગામનાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામ વિકાસથી વંચિત તેમ જ પ્રાથમિક સુવિધાઓનાં અભાવ સામે ગ્રામજનોએ રોષ વ્યક્ત કરી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. માહિતી અનુસાર, સાંજે 4.20 સુધી 1040 નાં કુલ મતદાતા પૈકી માત્ર 16 મતદાતાઓએ જ મતદાન કર્યું છે.

Advertisement

આ પણ વાંચો - Kheda : ગળતેશ્વર તાલુકામાં ગ્રા.પં. ની ચૂંટણી વચ્ચે બંની એવી ઘટના, આખું ગામ ચિંતામાં મુકાયું!

ઝાલોદના મોટી હાંડી ખાતે બે પક્ષ વચ્ચે માથાકૂટ થતાં પથ્થરમારો

એવા અહેવાલ છે કે દાહોદ જિલ્લાના (Dahod) ઝાલોદના મોટી હાંડી ખાતે બે પક્ષ વચ્ચે માથાકૂટ થતાં પથ્થરમારો થયો હતો. આ ઘટનાને પગલે DySP, PI સહિતનો પોલીસ કાફલો, પ્રાંત અધિકારી મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન મથક પર બબાલ થતાં ફરી મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી, ધામણખોબરા પ્રા. શાળા પર બબાલ થતાં બુથ નંબર 2 પર 24 જૂને ફરી મતદાન થશે. બબાલ બાદ ચૂંટણી સામગ્રી ગુમ થતા મતદાન પ્રક્રિયા મોકૂફ રખાઈ છે.

આ પણ વાંચો - Gujarat Congress : શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂક બાદ કોંગ્રેસની PC, નેતાઓ કહી આ વાત

સીમાડિયા ગામે બૂથની બહાર ઉમેદવારનાં પોસ્ટર જોવા મળ્યા!

વડોદરાની (Vadodara) વાત કરીએ તો ડભોઇ તાલુકામાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી સામે આવી છે. સીમાડિયા ગામે બૂથની બહાર ઉમેદવારનાં પોસ્ટર જોવા મળ્યા હતા. જ્યારે એક જ બૂથમાં 4 વોર્ડનું મતદાન થતા લાંબી કતારો લાગી હતી, જેથી કેટલાક ગ્રામજનો મતદાન કર્યા વગર જ ઘરે પાછા ફર્યા હતા. સીમાડિયા જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 7 ઉમેદવારો મેદાને છે. મંદ ગતિએ ચાલતા મતદાન અને પીવાના પાણીની સુવિધાનાં અભાવે મતદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જ્યારે, બેલેટ પેપરની જાણકારીનાં અભાવે કેટલાક મતો રદ થવાની પણ શક્યતા સેવાઈ છે.

આ પણ વાંચો - Gram Panchayat Election : ગ્રામ્ય લોકશાહીને મજબૂત કરવા મતદારો ઉત્સાહી, જામનગરમાં 95 વર્ષના વૃદ્ધાએ કર્યુ મતદાન

Tags :
Advertisement

.

×