Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kerala માં અધધ..કહી શકાય તેટલું સોનું પકડાયું..

કેરળના ત્રિશૂરમાં GST અધિકારીઓનું મોટુ ઓપરેશન 75 કરોડની કિંમતનું બિનહિસાબી સોનું જપ્ત 'ટોરે ડેલ ઓરો' નામનું અભિયાન શરુ કર્યું 700 થી વધુ અધિકારીઓ ઓપરેશનમાં 120 કિલોગ્રામ બિનહિસાબી સોનું જપ્ત કરવામાં આવ્યું Kerala : કેરળ (Kerala)ના ત્રિશૂરમાં GST અધિકારીઓએ એક...
kerala માં અધધ  કહી શકાય તેટલું સોનું પકડાયું
Advertisement
  • કેરળના ત્રિશૂરમાં GST અધિકારીઓનું મોટુ ઓપરેશન
  • 75 કરોડની કિંમતનું બિનહિસાબી સોનું જપ્ત
  • 'ટોરે ડેલ ઓરો' નામનું અભિયાન શરુ કર્યું
  • 700 થી વધુ અધિકારીઓ ઓપરેશનમાં
  • 120 કિલોગ્રામ બિનહિસાબી સોનું જપ્ત કરવામાં આવ્યું

Kerala : કેરળ (Kerala)ના ત્રિશૂરમાં GST અધિકારીઓએ એક ઓપરેશન અંતર્ગત દરોડા પાડીને મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે. આ ઝુંબેશ સોનાના કારોબાર માટે પ્રખ્યાત ત્રિશુરમાં ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને લક્ષ્ય બનાવીને હાથ ધરવામાં આવી હતી અને લગભગ રૂ. 75 કરોડની કિંમતનું બિનહિસાબી સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

'ટોરે ડેલ ઓરો' નામનું અભિયાન શરુ કર્યું

કેરળ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વિભાગના અધિકારીઓએ એક વિશેષ ઓપરેશનના ભાગરૂપે આશરે રૂ. 75 કરોડની કિંમતનું 104 કિલોગ્રામ બિનહિસાબી સોનું જપ્ત કર્યું છે. 'ટોરે ડેલ ઓરો' નામના આ અભિયાનને રાજ્યમાં તેના પ્રકારનું સૌથી મોટું અભિયાન માનવામાં આવી રહ્યું છે. આ નામ સ્પેનિશ શબ્દ પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ થાય છે 'સોનાનો ટાવર'.

Advertisement

આ પણ વાંચો---Rhea Chakraborty ને મળી રાહત, વાંચો સમગ્ર મામલો

Advertisement

700 થી વધુ અધિકારીઓ ઓપરેશનમાં

ઓપરેશન બુધવારે સાંજે શરૂ થયું અને ગુરુવારે પણ ચાલુ રહ્યું, જેમાં 700 થી વધુ અધિકારીઓએ ભાગ લીધો. જેમણે મધ્ય કેરળ જિલ્લામાં ઉત્પાદન સુવિધાઓ અને જ્વેલર્સના ઘરો સહિત લગભગ 78 સ્થળોએ દરોડા પાડ્યા અને તપાસ કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય GST વિભાગની ગુપ્તચર શાખા છેલ્લા છ મહિનાથી જ્વેલરી ઉત્પાદકો દ્વારા કરવામાં આવેલી GST ફ્રોડની તપાસ કરી રહી છે.

120 કિલોગ્રામ બિનહિસાબી સોનું જપ્ત કરવામાં આવ્યું

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્તાવાળાઓને 104 કિલો સોનું જપ્ત કરવા ઉપરાંત બિલિંગ અને કરવેરા પ્રક્રિયામાં નોંધપાત્ર ગેરરીતિઓ જોવા મળી હતી. અગાઉ સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન 120 કિલોગ્રામ બિનહિસાબી સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે, રાજ્યભરમાંથી અધિકારીઓને તાલીમ કાર્યક્રમના બહાને થ્રિસુર બોલાવવામાં આવ્યા

GST સ્પેશિયલ કમિશનર અબ્રાહમ રેન એસની દેખરેખ હેઠળ વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે, રાજ્યભરમાંથી અધિકારીઓને તાલીમ કાર્યક્રમના બહાને થ્રિસુર બોલાવવામાં આવ્યા હતા અને અભ્યાસ પ્રવાસ ના બેનરો સાથે બસોમાં વિવિધ સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. સ્ટેટ GST ઈન્ટેલિજન્સ ડેપ્યુટી કમિશનર દિનેશ કુમારે મીડિયાને જણાવ્યું કે ઓપરેશન ટોરે ડેલ ઓરો ચાલુ રહેશે.

આ પણ વાંચો---લોરેન્સના ભાઇ Anmol Bishnoi પર 10 લાખનું ઇનામ જાહેર

Tags :
Advertisement

.

×