Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GST:તમાકુ,સિગારેટ અને કોલ્ડ ડ્રિંક થશે મોંઘા,21મી ડિસેમ્બરે થશે નિર્ણય

તમાકુ,સિગારેટ અને કોલ્ડ ડ્રિંક થશે મોંઘા 35 ટકા કરવાની ભલામણ કરી GST કાઉન્સિલની 21 ડિસેમ્બરે બેઠક GST: GST દરોને તર્કસંગત બનાવવા માટે રચાયેલા GOM એ ઠંડા પીણા, સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કરનો દર વર્તમાન 28 ટકાથી...
gst તમાકુ સિગારેટ અને કોલ્ડ ડ્રિંક થશે મોંઘા 21મી ડિસેમ્બરે થશે નિર્ણય
Advertisement
  • તમાકુ,સિગારેટ અને કોલ્ડ ડ્રિંક થશે મોંઘા
  • 35 ટકા કરવાની ભલામણ કરી
  • GST કાઉન્સિલની 21 ડિસેમ્બરે બેઠક

GST: GST દરોને તર્કસંગત બનાવવા માટે રચાયેલા GOM એ ઠંડા પીણા, સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કરનો દર વર્તમાન 28 ટકાથી વધારીને 35 ટકા કરવાની ભલામણ કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે, બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં બનેલી GOMએ પણ કપડા પરના ટેક્સના દરોને તર્કસંગત બનાવવાનો નિર્ણય લીધો છે.આ જૂથની રચના GST દરોને તર્કસંગત બનાવવા સંબંધિત સૂચનો આપવા માટે કરવામાં આવી હતી. GOMની બેઠકમાં લેવાયેલા નિર્ણયો પર GST કાઉન્સિલ અંતિમ નિર્ણય લેશે. GOM GST કાઉન્સિલ સમક્ષ કુલ 148 વસ્તુઓ પર ટેક્સ દરોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂકશે.

શું વિશેષ કર લાગુ થશે?

એક અધિકારીએ જણાવ્યું કે, આ પગલાથી ચોખ્ખી આવકમાં વધારો જોવા મળશે. અધિકારીએ કહ્યું કે, GOM તમાકુ અને તેના ઉત્પાદનો અને ઠંડા પીણા પર 35 ટકાનો વિશેષ દર લાદવા માટે સંમત થયા છે. અધિકારીએ જણાવ્યું હતું કે પાંચ, 12, 18 અને 28 ટકાનો ચાર-સ્તરનો ટેક્સ સ્લેબ ચાલુ રહેશે અને જીઓએમ દ્વારા 35 ટકાના નવા દરની દરખાસ્ત કરવામાં આવી છે.

Advertisement

કપડાં પર ટેક્સમાં ફેરફાર શક્ય છે

એક અધિકારીના હવાલાથી રિપોર્ટમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી (Bihar Deputy CM)સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં GoM એ આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે 35 ટકાનો આ GST દર હાલના 5%, 12%, 18% અને 28%ના ચાર સ્લેબ ઉપરાંત હશે. જીઓએમએ તૈયાર અને મોંઘા વસ્ત્રો પરના ટેક્સના દરોને તર્કસંગત બનાવવાની પણ ભલામણ કરી છે અને 148 વસ્તુઓના દરોમાં ફેરફારની પણ ભલામણ કરી છે. મંત્રીઓના જૂથે રૂ. 1,500 સુધીની કિંમતના તૈયાર વસ્ત્રો પર 5 ટકા જીએસટીની ભલામણ કરી છે, જ્યારે રૂ. 1,500 થી રૂ. 10,000 સુધીની કિંમતના વસ્ત્રો પર 18 ટકા જીએસટી અને રૂ.થી વધુ કિંમતના વસ્ત્રો પર 28 ટકા જીએસટીની ભલામણ કરવામાં આવી છે.

Advertisement

આ પણ  વાંચો -Share Market:શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યો,સેન્સેક્સમાં 103 પોઈન્ટનો ઉછાળો

GST કાઉન્સિલની બેઠક 21 ડિસેમ્બરે

GST દરોમાં ફેરફારની ભલામણ કરનારા મંત્રીઓના જૂથનો અહેવાલ GST કાઉન્સિલને સુપરત કરવામાં આવશે અને તેના પર અંતિમ નિર્ણય 21 ડિસેમ્બરે પ્રસ્તાવિત બેઠકમાં લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે GST Counsilની 55મી બેઠક રાજસ્થાનના જેસલમેરમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)ની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે.

આ પણ  વાંચો -ખુશીના સમાચાર,RBI કરી શકે છે વ્યાજ દરોમાં ઘટાડો!

GST 2017માં લાગુ કરવામાં આવ્યો હતો

જૂની પરોક્ષ કર પ્રણાલીની જગ્યાએ 2017માં સમગ્ર દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ  લાગુ કરવામાં આવ્યો હતો. આઝાદી બાદ દેશમાં આ સૌથી મોટો ટેક્સ રિફોર્મ માનવામાં આવે છે. સરકારે 29 માર્ચ 2017ના રોજ GST પસાર કર્યો હતો અને ત્યારબાદ 1 જુલાઈ 2017ના રોજ આ નવી ટેક્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ સાથે વેટ( (VAT), એક્સાઈઝ ડ્યુટી (ઘણી વસ્તુઓ પર) અને સર્વિસ ટેક્સ (Service Tax))જેવા 17 ટેક્સ નાબૂદ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, 7 વર્ષ પહેલા લાગુ કરવામાં આવેલા GSTથી દેશના લોકો પર ટેક્સનો બોજ ઘટાડવામાં મદદ મળી છે.

Tags :
Advertisement

.

×