Exclusive : 'કાલ કોણે જોઇ, તહેવારમાં મજા કરી લેવાની', હિતુ કનોડિયાએ Gujarat First સાથે કરી ખાસ વાત
- લોકપ્રિય ગુજરાતી એક્ટર હિતુ કનોડિયાએ Gujarat First સાથે કરી ખાસ વાત
- Gujarat First ના દર્શકોને દિપાવલી પર્વની શુભકામનાઓ પાઠવી
- હિતુ કનોડિયાએ મિલેનિયમ સ્ટાર બનવાને લઇને કહી મોટી વાત
Hitu Kanodia On Gujarat First : ગુજરાતી ફુલ્મ ઇન્ડસ્ટ્રીમાં કનોડિયા (Hitu Kanodia On Gujarat First) પરિવાર ત્રણ પેઢીથી દર્શકોને મનોરંજન પુરૂ પાડી રહ્યો છે. અને લોકચાહના મેળવી રહ્યો છે. કનોડિયા પરિવારના હિતુ કનોડિયાએ દિપાવલી પર્વ પર Gujarat First સાથે ખાસ વાત કરી છે. જેમાં પરિવારની દિવાળીની ઉજવણીથી લઇને અગાઉ તેમના પિતા સ્વર્ગીય નરેશ કનોડિયા પરિવાર સાથે કેવી રીતે દિપાવલી પર્વની (Diwali - 2025) ઉજવણી કરતા હતા તે અંગેની વાતો જણાવી છે. હિતુ કનોડિયા સાથે તેમના પત્ની મોના થીબા (Mona Thiba) અને પુત્ર રાજવીરે દિવાળીની ઉજવણીની તૈયારીઓ પહેલાથી જ શરૂ કરી દીધી છે. હિતુ કનોડિયા લોકપ્રિય કલાકાર હોવાની સાથે પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. હિતુ કનોડિયાએ દિવાળી પર્વને લઇને Gujarat First ના (Hitu Kanodia On Gujarat First) દર્શકોને શુભ દિવાળી અને સાલમુબારક પાઠવ્યા છે. અને કહ્યું કે, કાલ કોણે જોઇ, તહેવારમાં મજા કરી લેવાની સાથે જ પોતાના પિતાને યાદ કરતા કહ્યું કે, પપ્પાનો સમયગાળો ગોલ્ડન હતો.
મિલેનિયમ સ્ટાર કોઇ નસીબદાર જ હોય
Gujarat First સાથેની વાતમાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા મંત્રી મંડળના વિસ્તરણ અંગે હિતુ કનોડિયાએ (Hitu Kanodia On Gujarat First) શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ તેમણે સરકાર અંગે કહ્યું કે, સરકારમાં નવી ટીમ બને તો વિકાસ વધારે થાય, ગુજરાતનો વિકાસ વધુ તેજ ગતિએ થશે. તેમણે સ્વર્ગીય પિતાને યાદ કરતા જણાવ્યું કે, તેમના પિતા સ્વર્ગીય નરેશ કનોડિયા સ્ટારડમ નહીં પરંતુ જમીન સાથે જોડાયેલા રહેવાનું અને કાર્ય કરવાની પ્રેરણા સાથે સતત મહેનત કરતા હોવાનું જણાવ્યું હતું. તેમણે તેમ પણ કહ્યું કે, મિલેનિયમ સ્ટાર કોઇ નસીબદાર જ હોય, મહેનતના જોરે બને છે, અમિતાભ બચ્ચન, રજનીકાંત અને નરેદ કનોડિયા જેવા સ્ટાર બનવું શક્ય નથી. હા મહેનત કરતા રહેવું જોઇએ, ક્યાંક નસીબ લાગી જાય. સાથે જ તેમણે Gujarat First ના દર્શકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
નાનપણની દિવાળીના પ્રસંગોનો વાગોળ્યા
આ દિવાળીમાં હિતુ કનોડિયા (Hitu Kanodia On Gujarat First) પોતાના ઘરે નહીં હોય, તેઓ શુટિંગના શિડ્યુલમાં વ્યસ્ત છે. તેમની ગેરહાજરીમાં તેમના પત્ની મોના થીબા અને પુત્ર રાજવીર દિવાળી મનાવશે. આ તકે તેમણે પોતાના નાનપણની દિવાળીના પ્રસંગોનો વાગોળ્યા હતા. હિતુ કનોડિયાના પત્ની મોના થીબા તેમની જવાબદારીઓ વચ્ચે વ્યસ્ત રહીને પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી દર્શકોનો મનોરંગન પુરૂ પાડતા રહે છે. દિવાળી નિમિત્તે દિવડાથી રોશની કરીને ઘરના દરવાજાને તોરણથી શણગારતા સમયે તેઓ પોતાની ખુશી છુપાવી શક્યા ન્હોતા.
આ પણ વાંચો ----- CM Bhupendra Patel : આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનોને મળશે, જાણો દિવસભરનાં સંપૂર્ણ કાર્યક્રમ


