Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લાંચ કેસ બાદ 3.08 કરોડની અપ્રમાણસર મિલકતના મામલામાં નિવૃત્ત ઈજનેરની ACB એ કરી ધરપકડ

ચાલુ નોકરીએ 1.21 લાખની લાંચ લેવા કેસમાં જેલવાસ ભોગવી આવેલા સરાકારી બાબુને નિવૃત્તિ બાદ ફરી જેલમાં જવાનો વારો આવ્યો છે. ભ્રષ્ટાચાર માટે અતિ બદનામ એવા માર્ગ મકાન વિભાગના ઈજનેર અને સર્વ શિક્ષા અભિયાનના તત્કાલીન સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર નિપુણ ચોકસી સામે અપ્રમાણસર મિલકતનો કેસ નોંધી ACB એ ધરપકડ કરી છે.
લાંચ કેસ બાદ 3 08 કરોડની અપ્રમાણસર મિલકતના મામલામાં નિવૃત્ત ઈજનેરની acb એ કરી ધરપકડ
Advertisement

ચાલુ નોકરીએ 1.21 લાખની લાંચ લેવા કેસમાં જેલવાસ ભોગવી આવેલા સરાકારી બાબુને નિવૃત્તિ બાદ ફરી જેલમાં જવાનો વારો આવ્યો છે. ભ્રષ્ટાચાર માટે અતિ બદનામ એવા માર્ગ મકાન વિભાગના ઈજનેર અને સર્વ શિક્ષા અભિયાનના તત્કાલીન સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર નિપુણ ચોકસી (Nipun Choksi) સામે અપ્રમાણસર મિલકતનો કેસ નોંધી ACB એ ધરપકડ કરી છે. છેલ્લાં બે દિવસમાં એસીબીએ બે નિવૃત્ત સરકારી બાબુઓ સામે અપ્રમાણસર મિલકતના કેસ નોંધ્યા છે. જ્યારે એક કેસમાં આરોપીના બેંક લૉકરમાંથી લાખો રૂપિયાના દાગીના મળી આવ્યાં છે.

ACB એ ચાર વર્ષ અગાઉ લાંચ કેસ નોંધ્યો હતો

પાટણના સમીમાં બૉયઝ હૉસ્ટેલના કૉન્ટ્રાક્ટરને થતી ચૂકવણીના પાસે સવા ટકા લેખે લાંચ માગવામાં આવી હતી. ACB Gujarat ને આ મામલાની ફરિયાદ મળી હતી કે, સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર નિપુણ ચોકસી (મૂળ નોકરી Roads and Building Department) એ લાંચ માગી છે. આથી એસીબીએ છટકું (ACB Trap) ગોઠવીને નિપુણ ચોકસીને 1.21 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.

Advertisement

આ પણ વાંચો - બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ વિકાસ નિમાર ઉર્ફે મિસ્ટીને CBI એ ઝડપ્યો, મિસ્ટીએ અમદાવાદને ગઢ બનાવ્યો હતો

Advertisement

લાંચ કેસ બાદ સર્ચમાં 2.31 કરોડ રોકડા મળ્યા

ACB Trap માં સપડાયેલા નિપુણ ચંદ્રવદન ચોકસી (Nipun Chandravadan Choksi) ના ઘર/ઑફિસ તેમજ બેંક લૉકરમાં એસીબી ટીમે તપાસ કરતા કુલ 2.31 કરોડ રોકડા હાથ લાગ્યા હતા. ધી ગાંધીનગર નાગરિક કૉ.ઑ.બેંક (The Gandhinagar Nagarik Co-op. Bank) ની બે જુદીજુદી બ્રાંચમાં આવેલા ત્રણ લૉકરમાંથી 2 કરોડ 27 લાખ 25 હજાર રોકડા મળ્યા હતા. જ્યારે આરોપીના ઘરેથી 4,12,205 રૂપિયા રોકડા મળતા તે કબજે લેવાયા હતા.

અપ્રમાણસર મિલકતના કેસમાં ફરી ધરપકડ

વર્ષ 2021ના લાંચ કેસમાં જામીન મુક્ત થયા બાદ નિવૃત્ત થયેલા નિપુણ ચોકસી સામે એન્ટી કરપ્શન બ્યૂરો અપ્રમાણસર મિલકતની તપાસ કરી રહ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના બેંક લૉકર અને ઘરેથી મળી આવેલી 2.31 કરોડની રોકડ ઉપરાંત અપ્રમાણસર મિલકતો મળી આવી છે. 1 એપ્રિલ 2021 થી 19 સપ્ટેમ્બર 2021 દરમિયાન એટલે કે, લગભગ સાડા પાંચ મહિનામાં નિપુણ ચોકસીએ ભ્રષ્ટાચાર આચરીને 3 કરોડ 8 લાખ 90 હજારથી વધુની અપ્રમાણસર મિલકત વસાવી છે. જે તેમની કાયદેસરની આવક કરતાં 62.43 ટકા વધુ છે. આથી અપ્રમાણસર મિલકતનો કેસ (Disproportionate Assets Case) નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Ahmedabad Firing : સાળા પર ગોળીઓ વરસાવી નાસી ગયેલો બનેવી અને તેનો ભાઈ ઉજ્જૈનથી ઝડપાયા, રિવૉલ્વર કબજે લેવાઈ

Tags :
Advertisement

.

×