Gujarat ATS : દેશનો વધુ એક 'ગદ્દાર' ઝડપાયો! પાકિસ્તાન માટે જાસૂસી કરતા ભારતીય યુવકની ધરપકડ
- Gujarat ATS એ ઓખાથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ
- કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો
- પાકિસ્તાની ISI સાથે સંપર્કમાં હોવાનો ખુલાસો
Gujarat ATS ને મોટી સફળતા મળી છે. ઓખાથી (Okha) પાકિસ્તાન માટે જાસૂસી કરતા ભારતીય યુવાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે આ યુવાન કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. આરોપી Pakistani ISI સાથે સંપર્કમાં હતો એવો પણ ખુલાસો થયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાકિસ્તાની જાસૂસની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેમ છે.
આ પણ વાંચો - Farmer: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યની જનતાને સૌથી મોટી ભેટ, ખેડૂત બનવું હવે થશે સરળ
કોસ્ટગાર્ડની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડતો
Gujarat ATS દ્વારા વધુ એક પાકિસ્તાની જાસૂસની (Pakistani Jasoos) ધરપકડ કરવામાં આવી છે. ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરતા યુવકને ગુજરાત એટીએસએ ઓખાથી ઝડપી પાડ્યા છે. આરોપીની ઓળખ ગોહિલ દીપેશ તરીકે થઈ છે. આરોપ છે કે દીપેશ ગોહિલ ભારતીય જળ સીમામાં રહેલા કોસ્ટ ગાર્ડની (Indian Coast Guard) માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો. દીપેશની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે તે પાકિસ્તાની સંસ્થા ISI સાથે સંપર્કમાં હતો.
આ પણ વાંચો - Kutch: કચ્છમાં ઝડપાયું 1.5 કરોડનું ડ્ર્ગ્સ, SOG એ ઝડપી પાડ્યું 147.67 ગ્રામ કોકેઇન
દીપેશની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી
આરોપી દીપેશ ગોહિલ (Deepesh Gohil) પાકિસ્તાની જાસૂસી એજન્સીનાં અધિકારીઓને ભારતીય કોસ્ટગાર્ડની સંવેદનશીલ માહિતી અને ફોટા પહોંચાડતો હતો. ઉપરાંત, કોસ્ટગાર્ડનાં શીપ મુવમેન્ટ જાણી માહિતી પાકિસ્તાની અધિકારીઓને આપતો હતો. આ મામલે પોલીસે દીપેશ ગોહિલની વધુ પુછપરછ હાથ ધરી છે. પાકિસ્તાની જાસૂસ દીપેશ ગોહિલની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.
આ પણ વાંચો - Gondal Municipality એ 18 મહિના બાદ ભર્યું 2.34 કરોડ રૂપિયાનું વીજ બિલ, હજી પણ...


