રાજકોટમાં ગુજરાત ATSનું સફળ ઓપરેશન, અલકાયદાના 3 આતંકી ઝડપાયા
ગુજરાત ATSએ રાજકોટમાં સફળ ઓપરેશન કરીને અલકાયદા(Al-Qaeda)ના આતંકવાદી(terrorists) નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે. 6 મહિનાથી રાજકોટના સોની બજારમાં રહેતા હતા આંતકી ગતિવીધીઓ અને રાષ્ટ્ર વિરોધી તત્વો પર બાજ નજર રાખી...
Advertisement
ગુજરાત ATSએ રાજકોટમાં સફળ ઓપરેશન કરીને અલકાયદા(Al-Qaeda)ના આતંકવાદી(terrorists) નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે.

6 મહિનાથી રાજકોટના સોની બજારમાં રહેતા હતા
આંતકી ગતિવીધીઓ અને રાષ્ટ્ર વિરોધી તત્વો પર બાજ નજર રાખી રહેલી ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. ગુજરાત ATSએ બાતમીના આધારે રાજકોટમાંથી 3 શંકાસ્પદ આતંકી ઝડપી લીધા હતા જેમના નામ અમાન, અબ્દુલ શુફુર અને સૈફ નવાઝ હોવાનું બહાર આવ્યું છે. આ ત્રણેય શખ્સ છેલ્લા 6 મહિનાથી રાજકોટના સોની બજારમાં રહેતા હતા અને સોની બજારમાં જ કામ કરતા હતા.

ઘણા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા
ગુજરાત ATSના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણેય શખ્સ છેલ્લા ઘણા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા અને ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર અને ફેલાવો કરવાનું કામ કરતા હતા. સંપૂર્ણપણે કટ્ટરપંથી બનેલા આ શખ્સો મુળ પશ્ચિમ બંગાળના છે અને અહીં રહીને અલકાયદાને મદદ કરી રહ્યા હતા. ત્રણેયને વધુ તપાસ માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે.



