Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : રાજ્યમાં ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો, આરોપીઓને 7 વર્ષની સજા

પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તેમજ ધ પ્રિવેશન ઓફ ક્રૂઅલ્ટી એનિમલ એક્ટની કલમ અંતર્ગત આરોપી ઇમરાન શેખ તેમજ મોશીન શેખ સામે ગુનો નોંધાયો હતો
gujarat   રાજ્યમાં ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો  આરોપીઓને 7 વર્ષની સજા
Advertisement
  • ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો
  • વર્ષ 2023માં સરદારનગર પોલીસ મથકે નોંધાયો હતો ગુનો
  • આરોપી ઇમરાન શેખ તેમજ મોશીન શેખ સામે નોંધાયો હતો ગુનો

ગુજરાત રાજ્યમાં ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો સામે આવ્યો છે. જેમાં ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. તેમાં વર્ષ 2023માં સરદારનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેમાં પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તેમજ ધ પ્રિવેશન ઓફ ક્રૂઅલ્ટી એનિમલ એક્ટની કલમ અંતર્ગત આરોપી ઇમરાન શેખ તેમજ મોશીન શેખ સામે ગુનો નોંધાયો હતો.

ગૌહત્યારાઓને સજા મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું

ગૌહત્યારાઓને સજા મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે. જેમાં જણાવ્યું છે કે ગૌ રક્ષા માટે મજબૂતીથી ઉભા છીએ. અમદાવાદની કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપ્યો છે. 'ખાલી ગૌ હત્યારાને પકડતા નથી, સજા સુધી લડીએ છીએ' ઈમરાન શેખ, મોશિનને 7 વર્ષની સજા.

Advertisement

Advertisement

સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી સજા

સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી સજા છે. તેમજ બન્ને આરોપીઓને રૂપિયા 1 લાખ દંડ અને દંડ ન ભરે તો છ માસની સજા ફટકારવામાં આવી છે. અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ગૌ માતાની હત્યા કરનારાઓને કડક સજા થઈ રહી છે. ગુનેગારોને પકડી ભૂલી જવાનું એ કામ સરકારનું નથી. ગુનેગારોને પકડી તેમની પાછળ પડી સજા અપાવવાનું કામ સરકાર અને પોલીસનું છે.

ગૌહત્યા અને ગાયની તસ્કરીના કેસમાં વારંવાર ઝડપાતા ગુનેગારો સામે મકોકા લાગુ કરાશે

ગૌહત્યા અને ગાયની તસ્કરીના કેસમાં વારંવાર ઝડપાતા ગુનેગારો સામે મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (મકોકા) લાગુ કરવામાં આવશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું . અહિલ્યા નગરમાં અતીક કુરેશી નામનો ગુનેગાર ગાય તસ્કરીના 20 કેસમાં સંડોવાયેલો હોવાનો મુદ્દો ઉઠયો હતો. તે સંદર્ભમાં ચર્ચાનો જવાબ આપતા સીએમએ આ ખાતરી આપી હતી.

આ પણ વાંચો: Gujarat : ગિફ્ટ સિટીમાં 1 વર્ષમાં હજારો લીટર દારૂ પીવાયો, જાણો સરકારને કેટલી થઇ આવક

Tags :
Advertisement

.

×