Class 10 result : ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ જાહેર, જાણો સૌથી વધુ કયા જિલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારી
- ધોરણ-10માં 83.08 ટકા આવ્યું પરિણામ
- મહેસાણાનું કાંસા ગામ અને ભાવનગરના ભોળાદમાં સૌથી વધુ પરિણામ
- કાંસા ગામ અને ભોળાદ કેન્દ્ર પર 99.11 ટકા પરિણામ
Class 10 result : ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ જાહેર થયુ છે. જેમાં ધોરણ-10માં 83.08 ટકા પરિણામ આવ્યું છે. તેમજ મહેસાણાનું કાંસા ગામ અને ભાવનગરના ભોળાદમાં સૌથી વધુ પરિણામ આવ્યું છે. કાંસા ગામ અને ભોળાદ કેન્દ્ર પર 99.11 ટકા પરિણામ આવ્યું છે. ખેડાના અંબાવ ગામ કેન્દ્રમાં સૌથી ઓછું 29.56 ટકા પરિણામ છે. ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું છે. જેમાં 89.29 ટકા સાથે બનાસકાંઠા જિલ્લો પ્રથમ સ્થાને છે. 72.55 ટકા પરિણામ સાથે ખેડા જિલ્લામાં સૌથી ઓછું પરિણામ છે.
-ધોરણ 10નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર
-સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા પરિણામ
-કાંસા અને ભોળાદ કેન્દ્રનું 99.11 ટકા પરિણામ
-સૌથી ઓછું ખેડાના અંબાવનું 29.56 ટકા પરિણામ
-રાજ્યની 45 શાળાઓનું ધોરણ-10નું પરિણામ શૂન્ય
-30 ટકા ઓછું પરિણામ ધરાવતી કુલ 201 શાળાઓ… pic.twitter.com/azpUs8tNN0— Gujarat First (@GujaratFirst) May 8, 2025
રાજ્યની 1574 શાળાઓમાં 100 ટકા પરિણામ
રાજ્યની 1574 શાળાઓમાં 100 ટકા પરિણામ છે. તથા રાજ્યની 201 શાળામાં 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે. રાજ્યની 45 શાળામાં એકપણ વિદ્યાર્થીઓ પાસ નહીં! તથા 28 હજાર 55 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. GSEB દ્વારા ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા વર્ષ 2025ના ફેબ્રુઆરી-માર્ચમાં લેવાઈ હતી. આ પરીક્ષાનું પરિણામ આજ રોજ સવારે 8.00 કલાકે જાહેર થયુ છે.
વોટ્સએપ નંબર 6357300971 પરથી પર પરિણામ જાણી શકાશે
સવારે 8.00 કલાકે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ www.gseb.org પર જોઈ શકાયુ છે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પરથી પર પરિણામ જાણી શકાશે. www.gseb.org વેબસાઈટ પર વિદ્યાર્થી પોતાનો સીટ નંબર એન્ટર કરીને પોતાનું પરિણામ જોઈ શકે છે. વેબસાઈટ સિવાય વોટ્સએપ પરથી પણ પરિણામ જાણી શકાશે. જેમાં વોટ્સએપ નંબર 6357300971 પર વિદ્યાર્થી પોતાનો સીટ નંબર સેન્ડ કરીને પોતાનું રિઝલ્ટ મેળવી શકશે.
ધો.12 અને ગુજકેટનું પરિણામ તા.5મી મેના રોજ સોમવારે જાહેર થયુ હતું
ધો.12 અને ગુજકેટનું પરિણામ તા.5મી મેના રોજ સોમવારે જાહેર થયુ હતું. જેમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ તથા સામાન્ય પ્રવાહ 93.07 ટકા પરિણામ આવ્યું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ 3,64,859, રીપીટર વિદ્યાર્થીઓ 22,652, આઈસોલેટેડ 4,031, ખાનગી 24,061, ખાનગી રીપીટર 8,306 સાથે કુલ 4,23,909 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે જ પ્રમાણે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,00,813, રીપીટર વિદ્યાર્થીઓ 10,476, આઈસોલેટેડ 95 સાથે કુલ 1,11,384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આ પણ વાંચો: BLA Attack on PAK Army: પાકિસ્તાનને ધરાશાયી કરવા બલૂચ લિબરેશન આર્મીનો માસ્ટર પ્લાન તૈયાર


