Gujarat:રાજયમાં ઠંડીનું જોર વધ્યું, ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું
- રાજયભરમાં ઠંડીનું જોર વધ્યું છે
- આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે
- હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat:રાજયભરમાં ઠંડીનું જોર વધ્યું છે,ત્યારે આગામી ત્રણ દિવસમાં હજી પણ ઠંડીમાં વધારો જોવા મળશે,ત્યારે ઠંડીના આંકાડા પ્રમાણે વાત કરવામાં આવે તો પાલનપુર 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે,ગાંધીનગર 12.1 ડિગ્રી,બે દિવસમાં લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે તેવી શકયતાઓ પણ દેખાઈ રહી છે.અમદાવાદમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી,ડીસામાં 14 ડિગ્રી, ભુજમાં 14 ડિગ્રી,વડોદરામાં 13.4 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી,વેરાવળમાં 16.2 ડિગ્રી, સુરતમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ભારતમાં ઠંડીની જામી લહેર
ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.
આ પણ વાંચો -Rajkot: ‘પતિ, પત્ની ઔર વો’ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ, યુવતીની હત્યા કરી મહિલા પહોંચી પોલીસ સ્ટેશન અને...
હવામાન વિભાગે શું કરી આગાહી
ગુજરાતના 15 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 19 ડિગ્રીને પાર જતાં ઠંડી પર બ્રેક વાગી હતી. બે દિવસથી સતત તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સુકું રહેવાનું પૂર્વાનુમાન છે. ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ત્યાર બાદ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાનું પૂર્વાનુમાન છે.
આ પણ વાંચો -Himmatnagar: BZ ગ્રુપ મામલે CID ક્રાઈમે પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સર્ચ કર્યુ, સૂત્રો દ્વારા મળી જાણકારી
રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે : અંબાલાલ પટેલ
ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. ત્યારે બાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે જ્યારે 4 ડિસેમ્બર પછી ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે. તો કેટલાક ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.


