Gujarat: 9 નવી મહાનગરપાલિકામાં કમિશનર નિમાયા, જાણો કોની થઇ નિયુક્તિ
- સ્વપ્નિલ ખરે બન્યા મોરબી મનપા કમિશનર
- મિલિન્દ બાપના આણંદ મનપાના કમિશનર
- મિરાંત પરીખ બન્યા નડિયાદ મનપા કમિશનર
Gujarat સરકારે 9 નવી મહાનગરપાલિકામાં કમિશનર નિમ્યા છે. જેમાં આજે નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે, ત્યારે તમામ 9 મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત (Gujarat) રાજ્યમાં મોરબી, વાપી, મહેસાણા, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, નવસારી, પોરબંદર અને ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામા આવ્યો છે.
9 નવી મહાનગરપાલિકામાં કમિશનર નિમાયા#BigBreaking #Gujarat #Municipalities #Commissioner #GujaratFirst pic.twitter.com/T7EUv97kWP
— Gujarat First (@GujaratFirst) January 1, 2025
9 મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક
તમામ 9 મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. તેમાં સ્વપ્નિલ ખરે બન્યા મોરબી (Morbi) મનપા કમિશનર, મિલિન્દ બાપના આણંદ મનપાના કમિશનર તેમજ મિરાંત પરીખ બન્યા નડિયાદ મનપા કમિશનર અને વાપી મનપા કમિશનર તરીકે યોગેશ ચૌધરીની નિયુક્તિ તથા મહેસાણા મનપા કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલે તેમજ સુરેન્દ્રનગર મનપા કમિશનર તરીકે દેવ ચૌધરી મુકાયા અને એચ.જે. પ્રજાપતિ બન્યા પોરબંદર મનપા કમિશનર તથા એમ.પી.પંડ્યા ગાંધીધામ મનપા કમિશનર બન્યા છે.
આ પણ વાંચો: VADODARA : સરકારી શાળાના શિક્ષકની સિદ્ધિને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
નવ નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતા હવે મનપાની સંખ્યા વધીને 17
હાલમાં રાજ્યમાં આઠ મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. જેમાં અમદાવાદ (Ahmedabad), વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા છે. પરંતુ રાજ્ય સરકારે નવ નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતા હવે મનપાની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી 9 મહા નગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓને મહા નગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં 2025માં વિવિધ ઐતિહાસિક સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરાશે


