Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Corona : રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું, જાણો કયા શહેરમાં સૌથી વધુ કેસ આવ્યા

કોરોનાની એન્ટ્રીથી ગાંધીનગર તંત્ર સજ્જ બન્યુ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલે સાવચેતીના પગલાં લીધા છે
gujarat corona   રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું  જાણો કયા શહેરમાં સૌથી વધુ કેસ આવ્યા
Advertisement
  • કોરોનાની એન્ટ્રીથી ગાંધીનગર તંત્ર સજ્જ બન્યું
  • ગાંધીનગર સિવિલ હોસ્પિટલે સાવચેતીના પગલાં લીધા
  • હોસ્પિટલમાં 60 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો

Gujarat Corona : ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે. જેમાં અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસો વધ્યા છે. તેમાં કોરોનાની એન્ટ્રીથી ગાંધીનગર તંત્ર સજ્જ બન્યુ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલે સાવચેતીના પગલાં લીધા છે. હોસ્પિટલમાં 60 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. તેમજ નડિયાદમાં એક 8 મહિનાની બાળકી કોરોના સંક્રમિત આવી છે. બાળકી બિમાર થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસો

રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે જેને લઈને ગાંધીનગર આરોગ્ય તંત્ર સજજબન્યું છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલે કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લીધા છે. હોસ્પિટલમાં 60 બેડનો આઈસોલેશન વોર્ડ તાત્કાલિક શરૂ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ નડિયાદમાં એક 8 મહિનાની બાળકી કોરોના સંક્રમિત આવી છે. બાળકી બિમાર થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાદમાં ડોક્ટર દ્વારા તેના રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા હતા. જે પૈકી કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Advertisement

તત્કાલ બાળકીના પરીવારજનોને આઈસોલેટ કરાયા છે

આ મામલો આરોગ્ય વિભાગને ધ્યાને આવતા તત્કાલ બાળકીના પરીવારજનોને આઈસોલેટ કરાયા છે. સાથે જ તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. તંત્ર દ્વારા શંકાસ્પદ જણાતા તમામ દર્દીઓના કોરોના ટેસ્ટ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલ નડિયાદ સિવિલ, ખેડા અને ડાકોર સિવિલમાં પણ આ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. બુધવાર સુધી રાજ્યમાં 13 કેસ નોંધાયા હતા, જ્યારે એક જ દિવસમાં કોરોનાના 21 નવા કેસ સામે આવતા કુલ આંકડો 34 પર પહોંચી ગયો છે. આ વધારો આરોગ્ય તંત્ર માટે ફરી એકવાર સાવચેતીનો સંકેત આપી રહ્યો છે.

Advertisement

નોંધાયેલા કુલ 34 કેસ પૈકી, મોટાભાગના કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી

નોંધાયેલા કુલ 34 કેસ પૈકી, મોટાભાગના કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી જ છે, જ્યાં 32 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ 1 કેસ સામે આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી સક્રિય બન્યું છે. રાહતની વાત એ છે કે, નોંધાયેલા તમામ 34 કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે. હોંગકોંગમાં દેખાયેલા નવા વેરિયન્ટનો ગુજરાતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી, જે એક સકારાત્મક સંકેત છે. જોકે, કેસોમાં થયેલો આ એકાએક વધારો લોકોને સાવચેતી રાખવા અને કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવા માટે પ્રેરિત કરે છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×