Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat DGP :ગુજરાતના DGP Vikas Sahay એક્શન મોડમાં

રાજ્યના DGP વિકાસ સહાય એક્શન મોડમાં બદલી કરાયેલ વહીવટદારોની સંપત્તિની તપાસનો આદેશ SMCના વડા નિરલિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી Gujarat DGP:અમદાવાદમાં પોલીસકર્મીઓ કે જેઓ વહીવટદાર તરીકે કામ કરતા હતા તેમની જિલ્લાભરમાં બદલી કરવામાં આવી છે,આ બદલીને લઈ ચાર કોન્સ્ટેબલો...
gujarat dgp  ગુજરાતના dgp vikas sahay એક્શન મોડમાં
Advertisement
  • રાજ્યના DGP વિકાસ સહાય એક્શન મોડમાં
  • બદલી કરાયેલ વહીવટદારોની સંપત્તિની તપાસનો આદેશ
  • SMCના વડા નિરલિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી

Gujarat DGP:અમદાવાદમાં પોલીસકર્મીઓ કે જેઓ વહીવટદાર તરીકે કામ કરતા હતા તેમની જિલ્લાભરમાં બદલી કરવામાં આવી છે,આ બદલીને લઈ ચાર કોન્સ્ટેબલો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ ગયા હતા,ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આ વહીવટદારોની મિલકતને લઈ તપાસના આદેશ આપ્યા છે.આ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી છે જેને લઈ વહીવટદારોનો પરસેવો છૂટી ગયો છે.

જિલ્લા બહાર કરાઈ છે બદલી

ગુજરાતના ગાંધીનગર ખાતેથી અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા અને અધિકારીઓનો વહીવટ કરતા પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે.તોડબાજીની ફરિયાદને આધારે આ વહીવટદારોની કરાઇ હતી બદલી જેમાં DGPVikasSahay એ સ્ટેટ મોનિટરીગ સેલને આદેશ કર્યો છે કે,પોલીસકર્મી અને તેમના પરિવારની મિલકતની તપાસ કરાશે સાથે સાથે મિલકતો, બેંક બેલેન્સ, વાહન, લોકરની તપાસ કરાશે.આ સમગ્ર ઘટનામાં અને તપાસમાં પોલીસની જો કોઈ વધારાની મિલકત મળશે તો ગુનો પણ નોંધાઈ શકે છે.

Advertisement

આ પણ  વાંચો -Ahmedabad:નરોડામાં માતા-પુત્રનો આપઘા મામલો,પોલીસે પરિવારના ત્રણ લોકો કરી ધરપકડ

Advertisement

જિલ્લાભરમાં સજાના ભાગે કરાય છે બદલી

જયારે પણ વહીવટદારોની અથવા કોઈ પોલીસકર્મીને સજાના ભાગરૂપે બદલી કરવામાં આવે છે ત્યારે તેમની બદલી જે તે જિલ્લાની બહાર કરવામાં આવતી હોય છે,અમદાવાદ પોલીસમાં પણ હજી તમામ પોલીસ સ્ટેશનોના વહીવટદારોની બદલી કરવામાં આવી નથી,જે મોટા વહીવટદારો છે કે જેઓ બે થી ત્રણ પોલીસ સ્ટેશનોનો વહીવટ કરતા હતા તેમની જ બદલી કરવામાં આવી છે,પરંતુ એક પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા વહીવટદાર તો હજી મોજમાં જ જીવી રહ્યાં છે,તેમની બદલી કરવામાં આવી નથી.

આ પણ  વાંચો -Surat : બારડોલીમાં "No Drugs In"ને લઈ મેરેથોન દોડનું આયોજન કરાયુ

અન્ય જિલ્લાના વહીવટદારોની બદલી કયારે ?

મોટા આઈપીએસોની સેવા કરવા માટે નાના કોન્સ્ટેબલો તત્પર હોય છે અને તેઓ વહીવટ કરતા હોય છે અને તેમને રાજી રાખતા હોય છે,અમદાવાદ પોલીસમાં પણ એવો ગણગણાટ શરૂ થયો છે કે,જો ગાંધીનગરથી વહીવટદારોની બદલી કરવામાં આવતી હોય તો જિલ્લાભરમાં તો ઘણા વહીવટદારો છે તેમની બદલી કેમ કરવામાં આવતી નથી,શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવા વહીવટદારની બદલી કરશે ? જો જિલ્લાભરના વહીવટદારોની બદલી કરવામાં આવે તો પોલીસબેડામાં ઘણા મોટા ફેરફાર એમનેમ થઈ જાય અને ભ્રષ્ટ્રાચાર પર કાબુ આવી જાય.માત્ર પોલીસ ખાતુ ભ્રષ્ટ્રાચાર કરે છે એવું નથી,ઘણા ખાતા એવા છે જેમાં ઘણા ખાનગી માણસો પણ વહીવટ કરતા હોય છે.

Tags :
Advertisement

.

×