Surat : રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ માવઠા પીડિત ખેડૂતોની તકલીફો જાણી
- રાજ્યના નાયબ મુખ્યમંત્રી માવઠા પીડિતા ખેડૂતોને વ્હારે આવ્યા
- હર્ષભાઇ સંઘવીએ ઓલપાડના સેલૂટ ગામે રૂબરૂમાં મુલાકાત લીધી
- અહિંયા ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે
Surat : રાજ્યભરમાં કમોસમી વરસાદ (Unseasonal Rain - Gujarat) એટલેકે માવઠાનો માર પડી રહ્યો છે. આકાશમાંથી આફત વરસી રહી છે. જેમાં લોકો અને ખાસ કરીને ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. જેને લઇને અસરગ્રસ્તોની મદદ માટે રાજ્ય સરકાર માવઠાના પહેલા દિવસથી જ સક્રિય છે. તાજેતરમાં રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (DyCM Of Gujarat - Harshbhai Sanghavi) સુરતના ઓલપાડની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે માવઠાથી પીડિત ખેડૂતો જોડે રૂબરૂમાં મુલાકાત લઈને તેમની તકલીફો જાણી હતી. ખેડૂતોનો પાક ખરાબ થવાના કારણે તેઓ ભારે કફોડી સ્થિતીમાં મુકાયા છે.
કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર જારી
ગુજરાત રાજ્યમાં વિતેલા કેટલાય દિવસોથી માવઠું પડી રહ્યું છે. માવઠાથી નુકશાન ભોગવતા ખેડૂતોની મદદ માટે સરકાર પહેલા દિવસથી જ સતર્ક છે. તાજેતરમાં રાજ્ય સરકારના નવા મંત્રી મંડળે શપથ લીધી હતી. તે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડાવ્યા હતા. અને સ્થિતીની સમીક્ષા કરવા જણાવ્યું હતું. દરમિયાન આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર જારી છે. તે વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (DyCM Of Gujarat - Harshbhai Sanghavi) માવઠા પીડિત ખેડૂતોની સમસ્યા જાણવા રૂબરૂમાં પહોંચ્યા છે.
માવઠાના માર વચ્ચે ખેડૂતોની વ્હારે રાજ્ય સરકાર
DyCM હર્ષભાઈ સંઘવી અસરગ્રસ્ત ખેતરોની મુલાકાતે
સુરત જિલ્લાના ઓલપાડના સેલુટ ગામે ખેતરોની મુલાકાતે
ખેડૂતોના પાકને થયેલા આર્થિક નુકસાન અંગે સમીક્ષા
અસરગ્રસ્ત ખેડૂતો સાથે DyCM હર્ષભાઈનો સંવાદ
ખેડૂતોને થયેલ આર્થિક નુકસાન બાબતે મેળવી માહિતી… pic.twitter.com/So9WCRGHTd— Gujarat First (@GujaratFirst) November 1, 2025
આર્થિક નુકસાન અંગે સમીક્ષા કરી
આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (DyCM Of Gujarat - Harshbhai Sanghavi) ઓલપાડના સેલૂટ ગામની મુલાકાતે પહોંચ્યા છે. અને તેમણે ખેડૂતોની વેદના જાણી છે. આ ગામે કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકશાન પહોંચ્યું હોવાનો અંદાજ છે. જેના કારણે ખેડૂતો અને તેમના પરિવારો ભારે ચિંતિત છે. હર્ષભાઇ સંઘવીએ ખેડૂતોને થયેલા આર્થિક નુકશાન અંગે સમીક્ષા કરી છે. અને તેમની સાથે સંવાદ સાધીને, તેમને મદદની બાંહેધારી આપી છે.
આ પણ વાંચો ---- Ahmedabad : 'વોટર રેઝિસ્ટન્ટ'નો દાવો ચકાસવા ગ્રાહકે ફોન પાણીમાં નાંખ્યો, આજ સુધી પછતાવો રહ્યો


