Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat First ના કોન્કલેવમાં ICDS કમિશનર ડો. રણજિત કુમાર સાથે ખાસ વાતચીત

લોકોએ જાગૃત રહેવું પડશે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું જે અભિગમ છે, તે મુજબ આગામી બે વર્ષમાં કુપોષણમાંથી બહાર આવી શકાય છે.
gujarat first ના કોન્કલેવમાં icds કમિશનર ડો  રણજિત કુમાર સાથે ખાસ વાતચીત
Advertisement
  • Gujarat First દ્વારા મેગા ‘પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવ’ નું આયોજન
  • રાજ્ય સરકારમાં ICDS કમિશનર ડો. રણજિત કુમાર કોન્કલેવમાં જોડાયા
  • સરકારના પ્રયત્નોથી મોટી સંખ્યામાં લોકોના જીવનમાં આવેલા પરિવર્તન પર પ્રકાશ પાડ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) 24 વર્ષના શાસનને વધાવવા માટે વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકપ્રિય ચેનલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) દ્વારા પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ દેશમાં ચર્ચાઇ રહ્યું છે. 7 ઓક્ટોબર– 2001 માં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યાર બાદ તેઓ દેશના વડાપ્રધાન બન્યા. તાજેતરમાં 6 ઓક્ટોબર, 2025 ના દિવસે, તેમના સફરને 24 વર્ષ પૂર્ણ થયા છે. આ ઉપલક્ષે તાજેતરમાં પોષણ સપ્તાહ અભિયાનની ઉજવણી કરવામાં આવી છે. ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં ગુજરાતનાં આઇસીડીએસનાં કમિશનર ડો. રણજિત કુમાર મહેમાન બન્યા હતા.

ICDS

Advertisement

• બાળકોને પૈસા આપો તો વેફરનું પડીકું પહેલું લઇ લે છે : ડો. રણજિત કુમાર

ડો. રણજિત કુમારે જણાવ્યું કે, મહિલા અને બાળ વિકાસ દ્વારા સતત સુપોષિત ગુજરાત બનાવવા માટે પ્રયત્નશીલ છે, જેમાં ઘણા આયામો આવ્યા હતા. લોકો સુપોષણ બાબતે વાતો કરી રહ્યા છે. સુપોષણની વાત કરીએ તો વિતેલા બે મહિનામાં 50 હજાર અતિગંભીર બાળકો સામાન્ય બન્યા છે. મહિલા અને બાળ વિકાસનો આ ધ્યેય છે કે લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓ પહોંચે, તેનું સતત મોનિટરિંગ થાય છે. આમાં સમાચારનાં માધ્યમનો મહત્વનો રોલ છે, તમે વાત કરો તો વધારે લોકો સુધી પહોંચાડી શકીએ. કારણ છે કે, જંક ફૂડ પર લોકો ભાર મુકે છે. બાળકને પૈસા આપો તો વેફરનું પડીકું પહેલું લઇ લે છે. પરંતુ, તે કેળું, અથવા કોઇ ફળ લેતા નથી. આ મુશ્કેલી છે. ગુજરાતીઓ બહાર વધારે જમે છે. સવારનાં જમવામાં જરૂરી પૌષ્ટિકતા હોતી નથી. આપણે રીચ સ્ટેટ છે, કુપોષણમાં આપણું સ્તર સુધરી રહ્યું છે. છતાં, વધારે કામ કરવાની જરૂર પડશે. લોકોએ જાગૃત રહેવું પડશે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું જે અભિગમ છે, તે મુજબ આગામી બે વર્ષમાં કુપોષણમાંથી બહાર આવી શકાય છે.

Advertisement

• ‘પહેલા બ્રેકફાસ્ટ અને બાદમાં ફૂલ મીલ’

તેમણે આગળ કહ્યું કે, અમે બે સ્તરે કામ કરીએ છીએ. એક તો ટેક હોમ રાશન, જેમાં મહિલાઓ, બાળક અને કિશોરીને અન્નપૂર્ણા સ્કિમ હેઠળ શરૂઆતનાં મહિનાઓમાં 4 કિલોનાં પેકેટ્સ આપવામાં આવે છે. જો બાળક આંગણવાડીમાં હોય તેને બે ટાઇમ ગરમ જમવાનું આપવામાં આવે છે. પહેલા બ્રેકફાસ્ટ અને બાદમાં ફૂલ મીલ આપવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં સગર્ભા અને ધાત્રી મહિલાઓને બપોરમાં પોષણક્ષમ જમવાનું આપવામાં આવે છે. સાથે-સાથે માતૃશક્તિ યોજનામાં રો-મટિરિયલમાં, 2–2 કિલો ચણા અને તુવેર દાળ અને 1 કિલો શિંગ દરેક મહિને આપવામાં આવે છે. દરેક સ્તરે જે લોકો ગરીબીમાં છે, અથવા દુરનાં વિસ્તારોમાં રહે છે, તેમની માટે કામ થાય છે. જે મહિલાઓ સક્ષમ છે, પોતે તેમની માટે કરી શકે છે, તેમના માટે પોષણની માહિતીની એક્ટિવિટી થાય છે. અમારી સાથે માહિતી ખાતું પણ કામ કરે છે.

• લાભાર્થીઓ સુધી લાભ પહોંચે તે માટે બે તબક્કામાં કામ થાય છે : ડો. રણજિત કુમાર

તેમણે ઊમેર્યું કે, લાભાર્થીઓ સુધી લાભ પહોંચે તે માટે અમે બે તબક્કે કામ કરી રહ્યા છીએ. પોષણ ટ્રેકર સાથે આંગણવાડી ટ્રેકર અને પુષ્ટિ યોજના છે, જેમાં ટ્રેક કરવામાં આવે છે. બીજું, વર્કર અને હેલ્પર ગામડામાં જાય છે અને જરૂરિયાતમંદની નોંધણી કરે છે. આમાં ફેસ રિકોગ્નાઇઝેશન સિસ્ટમ લાગુ છે. જો કોઇ બાળક-માતા આંગણવાડી સુધી આવી ના શકે, તો તેમના સુધી પ્રતિનિધિ પહોંચે છે.

• ‘આંગણવાડી વર્કરને ટ્રેઇનિંગ આપવામાં આવે છે’

તેમણે જણાવ્યું કે, નવી શિક્ષણ નિતિમાં ફાઉન્ડેશન, ન્યુમર્સી, અને લિટરસી છે, બાળકોમાં ચોપડી આપવામાં આવે છે, જેમાં તેને રમકડાં, કલર આપવામાં આવે છે. તેમનું અંક ગણિત કેવી રીતે સુધરે તેનું ધ્યાન રાખવામાં આવે છે. તેમના જે ઇન્ટ્રક્ટર છે તેઓ આ આંગણવાડી વર્કરને ટ્રેઇનિંગ પણ આપે છે. 3–6 વર્ષનાં બાળક આંગણળાડીમાં આવે છે. તેમના સર્વાંગી વિકાસ માટે પોતે કામ કરે છે.

• ટીવી, આરઓ અને ફ્રીજની પણ વ્યવસ્થા

તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યારે નવી ટેક્નોલોજી પ્રમાણે 2 મહિનામાં આંગણવાડી બંધાઇ જાય છે. અત્યાર સુધીમાં 625 આંગણવાડી બંધાઇ ગયા છે. સપ્ટેમ્બર સુધીમાં 1 હજારથી વધુ નવી આંગણવાડી બંધાયા છે, જેમાં ટીવી, આરઓ અને ફ્રીજની પણ વ્યવસ્થા આપવામાં આવી છે. આવતા એક વર્ષમાં 5 હજાર જેટલી આંગણવાડી બનશે, તેવું વિભાગનું લક્ષ્ય છે.

• ‘બાળકો કારમાંથી આંગણવાડીમાં આવ્યા’

તેમણે વધુમાં ઉમેર્યું કે, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી કામ કરે છે, મેક્સિમમ આંગણવાડી રૂરલ એરિયામાં છે. તેમના માટે ટીએચઆર આપવામાં આવે છે, જેમાં પ્રિમિક્સ પેકેટ્સ હોય છે, જેમાંથી તમે 24 પ્રકારની વાનગીઓ બનાવી શકો છો, જેની વિગતો આપવામાં આવે છે. બાળકો માટે જમવાનું મળે છે. ગાંધીનગરમાં સેક્ટર 3 અને 6 માં મેં બે વખત મુલાકાત લીધી છે. બાળકો કારમાંથી આંગણવાડીમાં આવ્યા, જેથી અમને ઉત્સાહ થાય છે. આંગણવાડી ફક્ત ગરીબો માટે નથી, બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવો અભિયાન ચાલી રહ્યો છે.

• પુરસ્કૃત પણ કરવામાં આવે : ડો. રણજિત કુમાર

તેમણે કહ્યું કે, લોકો લાભ લઇને બીજાને આપી દે છે, તેવું થતું હોય છે. ટીએચઆર આપવામાં આવે, ત્યાં અઠવાડિયામાં એક વખત રસોઇ શો થાય છે. 20–25 આંગણવાડી વચ્ચે પણ રસોઇ શો ચાલે છે. ઝોનલ લેવલે કાર્યક્રમો થઇ રહ્યા છે. દરેક વર્કર જાતે આંગણવાડીમાં બનાવે છે અને પુરસ્કૃત પણ કરવામાં આવે છે. તે અંગે હોમ વિઝિટ પણ કરવામાં આવે છે.

• ‘ખાંડ, તેલ અને મીઠાનું પ્રમાણ ભોજનમાં ઘટાડીએ’

તેમણે જણાવ્યું કે, અત્યારે 8 મો પોષણ માહ ચાલી રહ્યો છે. જે 27, ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં વિવિધ કાર્યક્રમો ચાલશે. પુરૂષોમાં પણ તેને સામેલ કરવામાં આવ્યા છે. પ્લાન્ટેશન પણ ચાલે છે. આ વર્ષની થીમ છે કે, જાડાપણું ઓછું કરીએ, ખાંડ, તેલ અને મીઠાનું પ્રમાણ ભોજનમાં ઘટાડીએ. આ બાબતે પ્રશિક્ષિત કરવામાં આવે છે.

• ‘જરૂરી માહિતી આપીને જાગૃત કરવામાં આવે છે’

ડો. રણજિત કુમાર યોજના અંગે જણાવ્યું કે, કિશોરીઓ માટે પુર્ણા યોજના છે. એક ન્યુટ્રિશન માટેની છે, બીજી ન્યુટ્રિશન સિવાયની છે. ન્યુટ્રિશન માટે મહિનામાં ચાર પેકેટ પૂર્ણા શક્તિ આપવામાં આવે છે. ન્યુટ્રિશન સિવાય તેમની લોકજાગૃતિ કરવામાં આવે છે. તેમના ઉંમરના હિસાબે તેમને જરૂરી માહિતી આપીને જાગૃત કરવામાં આવે છે. પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

• ગુજરાતને ફાયદો

સ્ટેન્ટિંગ જ્યારે વર્ષ 2019–20 માં કરાયું ત્યારે 41 ટકા હતા. અત્યારે 29 ટકા થઇ ગયું છે અને બેસ્ટિંગની વાત કરીએ, એટલે કે સરખી ઉંમરનાં બાળકોમાં 6 ટકા થઇ ગયું છે. જે અગાઉ 12 ટકા જેટલું હતું. ઓછા વજન અંગે વાત કરીએ તો, 17 ટકા થઇ ગયું છે. તેટલો ગુજરાતને ફાયદો મળ્યો છે. પહેલા ગુજરાતનો ક્રમ બિહાર પછી આવતો હતો. હવે ગુજરાતનો ક્રમ મધ્યમાં 8–9 માં ક્રમમાં છે. વિતેલા 2 વર્ષમાં આટલો ફાયદો થયો છે.

• માતા અને બાળકો માટે અલગ યોજના

તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં જાગૃતિમાં અલગથી કેમ્પેઇન ચાલે છે. સાથે-સાથે ત્યાંની માતા અને બાળકો માટે અલગ સ્કિમ ચાલે છે. મહિલાઓ માટે દુધ સંજીવની યોજના ચાલે છે, જેમાં મહિલાઓને અઠવાડિયામાં બે દિવસ 200 એમએલ દૂધ આપવામાં આવે છે અને બાળકોને 100 એમએલ આપવામાં આવે છે. સાથે ધાત્રી અને સગર્ભા માતાને બપોરમાં ફૂલ લન્ચ આપવામાં આવે છે. આગામી બે વર્ષમાં બાળકો નોર્મલ થઇ જશે. 50 હજાર તો જાન્યુઆરીથી લઇને અત્ચાર સુધીમાં નોર્મલ થયા છે. ગુજરાતમાં ન્યુટ્રિશનનું સારૂ કામ ચાલી રહ્યું છે.

• ગુજરાતમાં ફૂડ ડાયવર્સિટિનો પ્રશ્ન!

તેમણે વધુમાં કહ્યું કે, રેડિયો, ટીવી, હોર્ડિંગ્સ સાથે આંગણવાડી લેવલે જે કોઇ કામ કરી રહ્યા છે, વિવિધ રીતે લોકોમાં જાગૃતિનો પ્રયાસ કરે છે. લોકજાગૃતિ આવ્યા બાદ 6 મહિનામાં જ ગુજરાત પોષણ મુક્ત થઇ શકે છે. સરકારની યોજનાઓ ચાલતી રહી છે. ફૂડ ડાયવર્સિટીનો પણ પ્રશ્ન છે, ડાંગ, સૌરાષ્ટ્ર અને અન્યત્રે જમવામાં વૈવિધતા છે. દરરોજ શાક અને દાળ બદલાવવા જોઇએ. ફૂડ ડાયવર્સિટી લોકો અપનાવી દેશે તો ગુજરાત કુપોષણમાંથી બહાર આવી જશે.

• લોકોમાં જાગૃતતા વધી છે : ડો. રણજિત કુમાર

: ડો. રણજિત કુમારે કહ્યું કે, પોષણ અભિયાન વડાપ્રધાન મોદી દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો. આજે 8 મો તબક્કો ચાલી રહ્યો છે. મહિલા અને બાળ વિકાસ પહેલા આરોગ્ય વિભાગ જોડે હતું. અત્યારે અલગ વિભાગ છે. આમાં દરેક તબક્કે સુધારો થઇ રહ્યો છે. લોકો પોષણને લઇને વાત કરી રહ્યા છે. લોકોમાં જાગૃતિ વધી છે. દરેક સ્તરે 90 ટકા લોકો પોષણની વાત કરી રહ્યા છે. કેવી રીતે ફીટ રહું, તે અંગેની ચર્ચા કરી રહ્યા છે. સાથે-સાથે ગામડામાં, ગરીબીમાં રહેતા લોકોથી લઇને શહેરના લોકો સુધીમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે.

• ‘તેલનો ઉપયોગ 50 ટકા ઘટે તેવા પ્રયાસો’

તેમણે અંતમાં કહ્યું કે, બાળક 5 વર્ષનું હોય, તેમાં 2 ગ્રામ ખાંડ અથવા તેનાથી ઓછું વાપરે, 5 વર્ષથી ઉપરના બાળકો માટે 5 ગ્રામથી વધુ ખાંડનો ઉપયોગ ના થાય તેવું અમે કરી રહ્યા છે. ખાંડ અને ગોળનો ઉપયોગ ઓછો થાય તેવો પ્રયાસ છે. તેલનો ઉપયોગ 50 ટકા ઘટે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.

આ પણ વાંચો ------  Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનું પ્રેરણાદાયી પગલું, સહપરિવાર સફાઈ દૂતો સાથે કર્યું ભોજન

Tags :
Advertisement

.

×