Gujarat Foundation day : PM Modi અને અમિત શાહે ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી
- ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ - PM Modi
- 2025થી 2035ના આ આખાય દાયકાને ‘ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ’ તરીકે ઉજવવાનો
- ગુજરાતના સૌ બહેનો અને ભાઈઓને ગુજરાત દિવસની અનેકાનેક શુભેચ્છાઓ - અમિત શાહ
Gujarat Foundation day : ગુજરાતના સ્થાપના દિવસની PM મોદીએ શુભેચ્છા પાઠવી છે. જેમાં PM મોદીએ કહ્યું છે કે ગુજરાતના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ. ગુજરાતે સંસ્કૃતિ અને ઉદ્યોગસાહસિકતાની અલગ ઓળખ ઉભી કરી છે. ગુજરાતના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યં છે. તેમજ અમિત શાહે પણ શુભકામના પાઠવી છે તેમજ જણાવ્યું છે કે વૈવિધ્યસભર કુદરતી સંપદા, ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો અને આતિથ્ય માટે પ્રસિદ્ધ ગુજરાતના સૌ બહેનો અને ભાઈઓને ગુજરાત દિવસની અનેકાનેક શુભેચ્છાઓ.
ગુજરાત સ્થાપના દિવસના આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ…
ગુજરાતે, તેની આગવી સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે અને, રાજ્યના નાગરિકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે.
રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ…
— Narendra Modi (@narendramodi) May 1, 2025
ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ
ગુજરાતે હંમેશા પોતાની પ્રતિભા, પરિશ્રમ તેમજ વ્યવહારુ કુશળતાથી વિશ્વભરના લોકોને આકર્ષિત કર્યા છે. ભક્તિ ચળવળથી લઈને સ્વતંત્રતા ચળવળ અને આધુનિક સમય સુધી રાષ્ટ્ર નિર્માણમાં અગ્રણી યોગદાન આપનારા ગુજરાતના લોકોની સતત પ્રગતિ અને ઉન્નતિ માટે દાદા સોમનાથને પ્રાર્થના કરું છું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે. રાજ્યના નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસ અવસરે પાઠવેલો પ્રજાજોગ સંદેશ પણ પાઠવ્યો છે. ગુજરાતના 65માં ગૌરવવંતા સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવતા અનેક બાબતો પર પ્રકાશ પાડ્યો.
વૈવિધ્યસભર કુદરતી સંપદા, ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો અને આતિથ્ય માટે પ્રસિદ્ધ ગુજરાતના સૌ બહેનો અને ભાઈઓને ગુજરાત દિવસની અનેકાનેક શુભેચ્છાઓ.
ગુજરાતે હંમેશા પોતાની પ્રતિભા, પરિશ્રમ તેમજ વ્યવહારુ કુશળતા થી વિશ્વભરના લોકોને આકર્ષિત કર્યા છે. ભક્તિ ચળવળથી લઈને સ્વતંત્રતા ચળવળ અને…
— Amit Shah (@AmitShah) May 1, 2025
સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ
મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુચાચા, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા લોકસેવકોની પૂણ્યભૂમિ એટલે ગુજરાત. આઝાદી સંગ્રામના શૌર્યભર્યા ઇતિહાસની ભૂમિ એટલે ગુજરાત. 1960માં અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા ગુજરાતની યશગાથા અને સમૃદ્ધ વારસામાં દરેક ગુજરાતીનું યોગદાન છે. નામી-અનામી જેણે-જેણે ગુજરાતના ઘડતરમાં યોગદાન આપ્યું છે તે સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે.
અર્થશાસ્ત્રીઓ સૌ કોઇ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાથી પ્રભાવિત
ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઇ પર છે કે, વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયુ છે. ‘ડગલું ભર્યું કે ના હટવું’ની કવિ નર્મદની પંક્તિઓ ચરિતાર્થ કરીને ગુજરાતે વિકાસ માર્ગે મક્કમતાથી ડગ માંડયા છે. દેશ અને દુનિયાના વિકસિત રાષ્ટ્રોના એક્સપર્ટ હોય કે અર્થશાસ્ત્રીઓ સૌ કોઇ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાથી પ્રભાવિત છે. આ વર્ષનો ગુજરાત ગૌરવ દિવસ આપણા માટે પથદર્શક છે. એક દાયકા પછી 2035માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ આપણે ઉજવવાના છીએ. 2025થી 2035ના આ આખાય દાયકાને ‘ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ’ તરીકે ઉજવવાનો રોડ મેપ આપણે તૈયાર કર્યો છે. આ હીરક મહોત્સવ ગુજરાતીઓના સન્માન સાથે સમૃદ્ધ ઇતિહાસ તથા સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણીનો જન ઉત્સવ બનાવવાની નેમ છે.
આ પણ વાંચો: Porbandar Politics : પોરબંદરના રાજકારણમાં મોટો ભૂકંપ, ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ


