Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આસારામની નિયમિત જામીન અરજી પર હવે ગુજરાત હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી,આ બાબતે લગાવી ફટકાર

દુષ્કર્મ કેસમાં દોષિત આસારામની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, આ કેસમાં રાજસ્થાનની હાઇકોર્ટમાં અરજી કરવા કરી તાકીદ કરી છે
આસારામની નિયમિત જામીન અરજી પર હવે ગુજરાત હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી આ બાબતે લગાવી ફટકાર
Advertisement
  • દુષ્કર્મ કેસમાં દોષિત આસારામની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી
  • આસારામ સારવાર હેઠળ હોવાની રજૂઆત
  • નિયમિત જામીન અરજી તેમજ ક્રિમિનલ અપીલ હાઈકોર્ટ સાંભળે તેવી વિનંતી
  • ગુજરાત હાઈકોર્ટે રાજસ્થાનની હાઇકોર્ટમાં અરજી કરવા કરી તાકીદ
  • હાઇકોર્ટે નિયમિત જામીન અરજી પર 26 સપ્ટેમ્બરના રોજ સુનાવણી કરી નિયત

દુષ્કર્મ કેસમાં દોષિત આસારામની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આ કેસમાં રાજસ્થાનની હાઇકોર્ટમાં અરજી કરવા કરી તાકીદ કરી છે. આ કેસની નિયમિત જામી અરજી પર કોર્ટ 6 સપ્ટેમ્બરના રોજ સુનાવણી કરશે.

આસારામની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટ કરી તાકીદ 

Advertisement

ગુજરાત હાઈકોર્ટે આ મામલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આસારામ સામેનો મુખ્ય કેસ રાજસ્થાનના જોધપુરમાં ચાલી રહ્યો છે, તેથી જામીન અરજી પણ ત્યાંની હાઈકોર્ટમાં જ કરવી જોઈએ. કોર્ટે આસારામના વકીલને રાજસ્થાનની હાઈકોર્ટમાં અરજી કરવા માટે તાકીદ કરી હતી. આ સાથે જ, ગુજરાત હાઈકોર્ટે નિયમિત જામીન અરજી પર સુનાવણી માટે 26 સપ્ટેમ્બરની તારીખ નિયત કરી છે, જેથી આસારામને કયા આધારે જામીન મળવા જોઈએ તે અંગેની દલીલો સાંભળી શકાય.

Advertisement

આસારામની જામીન અરજી પર  વકીલે કરી રજૂઆત 

આસારામના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આસારામ હાલ સારવાર હેઠળ છે અને તેમની તબિયત નાજુક છે, તેથી તેમને જામીન આપવામાં આવે. વકીલે જણાવ્યું હતું કે, આસારામ સામેના ગુનાઓ માટેની સુનાવણી જોધપુર કોર્ટમાં ચાલી રહી છે, તેથી જામીન અરજી પણ જોધપુર હાઈકોર્ટમાં મૂકવામાં આવશે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ અરજી પર હાઇકોર્ટ તાકીદ કરી છે

આ કેસમાં કોર્ટનો અંતિમ નિર્ણય શું આવે છે તે જોવું રહ્યું, પરંતુ ગુજરાત હાઈકોર્ટે આસારામને જામીન માટે રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરવા જણાવ્યું છે, જે દર્શાવે છે કે આ કેસની જટિલતા અને કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલી શકે છે. આસારામ છેલ્લા ઘણા સમયથી જેલમાં છે અને તેમની જામીન અરજીઓ વારંવાર નકારવામાં આવી છે, ત્યારે આ નવી અરજી પર કોર્ટનો શું નિર્ણય આવે છે, તેના પર સૌની નજર રહેશે.

જાણો શું હતો મામલો 

ગાંધીનગરની ગ્રામ્ય કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામ બાપુને આજીવન કેદની સજા સંભળાવી છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી, 2025ના રોજ આસારામને સ્વાસ્થ્યના કારણોસર 31 માર્ચ, 2025 સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આ જામીનને 30 જૂન 2025 સુધી લંબાવ્યા હતા. જોકે, આસારામ દ્વારા જામીન લંબાવવા માટે કરવામાં આવેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે વધુ એક મહિના માટે જામીન ગ્રાહ્ય રાખ્યા હતા.

આ પણ વાંચો:   ભરૂચમાં નવરાત્રિના પ્રથમ નોરતે જ વરસાદ, ખેલૈયાઓમાં જોવા મળી ભારે નિરાશા

Tags :
Advertisement

.

×