Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોલીસે જો આરોપીની મહેમાનગતિ કરી, તો આકરા પગલા લેવાશે: HM Harsh Sanghvi

Gujarat HM Harsh Sanghvi : Police કર્મચારીને સસ્પેન્ડ કરી Police એ દાખલો બેસાડ્યો
પોલીસે જો આરોપીની મહેમાનગતિ કરી  તો આકરા પગલા લેવાશે  hm harsh sanghvi
Advertisement
  • દંડો જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ
  • Police કર્મચારીને સસ્પેન્ડ કરી Police એ દાખલો બેસાડ્યો
  • રાજ્યનાં અનેક જીલ્લાઓમાં પણ ખૂબ મોટો બદલાવ આવ્યો

Gujarat HM Harsh Sanghvi : ગાંધીનગરના ટાઉનહોલમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છેલ્લા એક મહિનામાં ગાંધીનગર આસપાસ આવેલા દહેગામ કલોલ કડી જેવા વિસ્તારોમાંથી ચોરીની ફરિયાદો બાદ રિકવર થયેલા મુદ્દા માલને પોતાના મૂળ માલિકો સુધી પરત આપવામાં આવ્યો હતો. તો અંદાજે 5 કરોડની આસપાસનો મુદ્દામાલ પરત કરરવામાં આવ્યો હતો. ત્યાર આ કાર્યક્રમમાં વિશેષ રૂપે ગૃહ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગાંધીનગર Police ને અભિનંદન પાઠવ્યા હતા.

દંડો જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ

તો અસામાજિક તત્વોને વધુ એક વખત ચેતવણી આપતા Home Minister Harsh Sanghvi એ નિવેદન આપ્યું કે કોઈપણ ટપોરી સામાન્ય નાગરિકને હેરાન કરશે તો તેના વરઘોડા નીકળશે. દંડો જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ. અને હું આ જાહેર મંચથી ખૂબ જ જવાબદારીથી કહું છું, જે ગુનેગાર જે ભાષા સમજતો હોય, જે ગુનેગારને જે ભાષા આવડતી હોય, એ જ ભાષાથી સમજાવી શકે તેને જ Police કહેવાય.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad Riverfront પર અદ્યતન સુવિધાવાળું બનશે કન્વેન્શન સેન્ટર

Advertisement

Police કર્મચારીને સસ્પેન્ડ કરી Police એ દાખલો બેસાડ્યો

ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જો સીધા ન રહ્યા તો વરઘોડા નીકળશે. સાથે જ જામનગરમાં હુસેન શેખ નામના બળાત્કારી અને ડ્રગ્સના આરોપીનાં ઊભા થયેલા દબાણ તોડી પાડવા બદલ Home Minister Harsh Sanghvi એ જામનગર Police ને અભિનંદન આપ્યા છે. તો અમદાવાદના ચાંદખેડાના 4 Police કર્મચારી સસ્પેન્ડ કરીને સરકાર અને Police એ દાખલો બેસાડ્યો છે. સસ્પેન્ડ કર્યા બાદ Police Officers ને ગૃહમંત્રીએ ચેતવણી આપી હતી. Police ને અપાયેલ દંડાનો ઉપયોગ કરવો જ જોઈએ. નિર્દોષ વ્યક્તિને ગુનેગારો પરેશાન કરશે, તો વરઘોડો તો નિકાળવો જ જોઈએ.

રાજ્યનાં અનેક જીલ્લાઓમાં પણ ખૂબ મોટો બદલાવ આવ્યો

Home Minister Harsh Sanghvi એ જણાવ્યું હતું કે, લોકોને મદદ કરવા માટે તેમજ લોકોને સહયોગ અને લોકોની સુરક્ષા માટે રાજ્યનાં ડીજીપી વિકાસ સહાય અને Police નો નાગરિકો સાથે વ્યવહારમાં બદલાવ અને Police વધુમાં વધુ લોકોને મદદ કેવી રીતે કરી શકે, તે દિશામાં પણ કામગીરી કરી રહી છે. તેના માધ્યમથી પણ રાજ્યનાં અનેક જીલ્લાઓમાં પણ ખૂબ મોટો બદલાવ આવ્યો છે. અને તે બદલાવ આજે સામાન્ય નાગરિકોને પણ નજરે પડી રહ્યો છે.તે બદલ તેઓને હું અભિનંદન આપું છું.

આ પણ વાંચો: નકલી વસ્તુઓનું પાટનગર બન્યું ગુજરાત, અહેવાલ વાંચીને માથું ભમી જશે

Tags :
Advertisement

.

×