Gujarat: ઉત્તરાયણ માટે જાણો શું કરી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી
- દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે: Ambalal Patel
- 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આકરી ઠંડી
- સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વધશે ઠંડી
Gujarat રાજ્યના વાતાવરણ માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel)ની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. તેમજ ઉત્તર પર્વતિય પ્રદેશ અને ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ રહેશે. ગુજરાતમાં 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આકરી ઠંડી પડશે. તેમજ 3થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતિય વિસ્તારમાં હિમવર્ષાની શક્યતાઓ છે.
સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે
સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. તેમજ ઉત્તર ગુજરાતમાં 10 થી 8 ડિગ્રી તાપમાન રહેશે. તથા ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી થશે. તેમજ જાન્યુઆરીના બીજા પખવાડીયાથી કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. ઉત્તરાયણ (Uttarayan) પર્વ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેમજ ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો પવન રહેશે તથા ઉત્તરાયણમાં બપોરના સમયે પવન ઘટી શકે છે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) વધુમાં જણાવ્યું છે કે હજુ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે તેમાં અરવલ્લી, ઈડર અને વડાલીના ભાગોમાં કમોસમી વરસાદ રહેશે.
આ પણ વાંચો: ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું Mundra, અદાણી પોર્ટ ખાતે સૌ પ્રથમવાર LNG સંચાલિત કન્ટેનર જહાજ પહોંચ્યું
ઉત્તરાયણ (Uttarayan) દરમિયાન પવન વધુ રહેતા ઠંડીનો ચમકારો જોવા મળશે
મહેસાણાના કેટલાક ભાગોમાં તથા આણંદ, નડીયાદ, ખેડા તથા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. તેમજ 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતિય વિસ્તારમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી જશે તેથી રાજ્યમાં ઠંડીના કારણે પારો નીચે જશે. તેમાં ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન રહેતા ઠંડીનું પ્રમાણ વધશે. જાન્યુઆરીના બીજા પખવાડીયાથી કમોસમી વરસાદ થઈ શકે છે. તેમજ પતંગ રસિકો માટે સારા સમાચાર છે જેમાં ઉત્તરાયણ (Uttarayan) દરમિયાન સવારના સમયે સારો પવન રહેશે. તથા ઉત્તરાયણમાં બપોરના સમયે પવન ઘટી શકે છે. ત્યારે વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે. તેમજ ઉત્તરાયણ (Uttarayan) દરમિયાન પવન વધુ રહેતા ઠંડીનો ચમકારો જોવા મળશે.
આ પણ વાંચો: Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા


