Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat માં ભર શિયાળે પડી શકે છે વરસાદ, અંબાલાલ પટેલે કરી ગાત્રો થીજાવતી આગાહી

Gujarat માં ભર શિયાળે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે ઠંડી વધે તેવી સ્થિતિમાં કરા પડે તેવી શક્યતા છે
gujarat માં ભર શિયાળે પડી શકે છે વરસાદ  અંબાલાલ પટેલે કરી ગાત્રો થીજાવતી આગાહી
Advertisement
  • અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદની શક્યતા
  • હાડ થિજાવતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી
  • અંબાલાલ પટેલની ગાત્રો થિજાવી દે તેવી આગાહી

Gujarat માં ભર શિયાળે વાતાવરણમાં પલટો જોવા મળે તેવી શક્યતાઓ છે. ઠંડીની સાથે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડા પવનો ફુંકાઇ રહ્યા છે. જેના કારણે ગાત્રો થિજાવતી ઠંડી પડી રહી છે.

આ પણ વાંચો : કોર્ટમાં જજ પર કૂદકો મારનારા યુવકને કોર્ટે ફટકારી કડક સજા

Advertisement

અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે. 16 થી 24 ડિસેમ્બર વચ્ચે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાના કારણે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન શાસ્ત્રીએ પવનની સાથે સાથે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ઠંડીનો ચમકારો વધારે રહેશે તો તેવી સ્થિતિમાં કરા પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : Gopal Namkeen ની આગ માટે GST જવાબદાર? વાંચીને ચોંકી ઉઠશો

ઠંડીની સાથે સાથે વરસાદનો કોમ્બો જોવા મળશે

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના અંતમાં વરસાદ પડી શકે છે. 22 થી 31 ડિસેમ્બર સુધીમાં કડકડતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં ઠંડીનો દોર વધારે થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં હાલમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલ દ્વારા કાતિલ ઠંડીની સાથે વરસાદના પગલે મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : GPSC ની જાહેરાત, સરકારી નોકરી - લાખોનો પગાર છતા કોઇ ફોર્મ ભરવા માટે નથી તૈયાર!

કમોસમી વરસાદની શક્યતાથી ખેડૂતોને થશે નુકસાન

ઉત્તર ગુજરાતમાં શિયાળામાં 15 ડિગ્રી જેટલું જ્યારે ડિસેમ્બર-માર્ચ દરમિયાન રહેશે. જો કે 17 માર્ચ બાદ તાપમાન વધશે જેમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી જેટલું પહોંચે તેવી શક્યતા છે. આ સાથે જ રાજકોટમાં તાપમાન 15 ડિગ્રી નીચું જળવાઇ રહે તેવી શક્યતાઓ છે. 16 થી 24 ડિસેમ્બર દરમિયાન અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે કમોસમી વરસાદ કે માવઠું પડે તેવી શક્યતા છે.જો આ કમોસમી વરસાદ પડે તો ખેડૂતો પર માઠી અસર પડે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે રશિયાની ચેતવણી : અમેરિકા, કેનેડા અને યુરોપની મુસાફરી ટાળો!

Tags :
Advertisement

.

×