Gujarat Monsoon: બપોરના 1 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદી આફત!
- બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ
- પવન સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
- અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Monsoon: બપોરના 1 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદી આફત! જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ છે. તેમાં પવન સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યના 12 જિલ્લામાં ઓરેન્જ, 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat Heavy Rain : સાવધાન રહેજો, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ તૂટી પડશે
#banaskantha #sabarkantha #gujarat #heavyrain #heavyrainfall #rainingujarat #weatherupdate #gujaratfirst pic.twitter.com/i91GYAuZes
— Gujarat First (@GujaratFirst) July 3, 2025
કચ્છ, અરવલ્લી, મહિસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું
કચ્છ, અરવલ્લી, મહિસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. તેમજ જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે. આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમાં અરવલ્લીના ભિલોડા તાલુકામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. તેમજ ભિલોડા, જેસીંગપુર, માંકરોડા, રિંટોડા વિસ્તારમાં વરસાદ છે. જેમાં ઇડર-ભિલોડા હાઇવે પર પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાન થયા છે. મોડાસા સહીત અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. વાવ થરાદ તાલુકાના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને વરસાદને લઈને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવ્યા છે. જેમાં થરાદના પાવડાસણ, અરંટવા, ડુવા સહિતના ગામોના તલાટીને સૂચના છે.
અમીરગઢમાં અનેક જગ્યાએ ખેતરો બેટમાં ફેરવાયા
ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રેલ નદીમાં પાણી આવ્યું છે. રેલ નદીનુ પાણી થરાદના પાવડાસણ તરફ આગળ વધે તો સાવધ રહેવા સૂચના છે. રેલ નદીના પટમાં આવતા ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. તેમજ બનાસકાંઠા પંથકમાં સાર્વત્રિક વરસાદ છે. ત્યારે અમીરગઢમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. જેમાં ધોધમાર વરસાદ આવતા લક્ષ્મીપુરા ગામમાં પાણી પાણી થયુ છે. ગામ નજીકથી પસાર થતો કોઝવે બંને કાંઠે વહેતો થયો છે. તથા નોંધપાત્ર વરસાદથી અમીરગઢના નદી નાળા છલકાયા છે. ધોધમાર વરસાદ બાદ ખેડૂતોના પાકને મોટુ નુકસાન થવાની ભીતી છે. અમીરગઢમાં અનેક જગ્યાએ ખેતરો બેટમાં ફેરવાયા છે.
આ પણ વાંચો: Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસ્યો વરસાદ


