ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat News : રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટીવિટી મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટાની શકયતા છે જેમાં 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે
11:53 AM Apr 11, 2025 IST | SANJAY
આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટાની શકયતા છે જેમાં 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે
ambalal patel

Gujarat News : ગુજરાતમાં આગામી સમયમાં ગરમીમાં ઘટાડો થશે. આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટાની શકયતા છે. જેમાં 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે. બનાસકાંઠા, કચ્છ, મહેસાણામાં પવન સાથે વરસાદી છાંટા પડશે. દાહોદ, લીમખેડા, વડોદરા, આણંદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રના હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદી છાંટા પડશે.

મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં 40-41 ડિગ્રી તાપમાન રહેશે

મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં 40-41 ડિગ્રી તાપમાન રહેશે. તથા ઉત્તર, પૂર્વ, દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન 40-41 ડિગ્રી રહેશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 એપ્રિલથી ગરમીમાં ફરી એકવાર વધારો થશે. રાજ્યમાં 10 મે બાદ પ્રિ-મોન્સૂન એક્ટીવિટી શરૂ થશે. 8 જૂનથી દરિયામાં પવન બદલાશે અને દરિયાકિનારે પવન ફૂંકાશે.

હાલ રાજ્યના અનેક જિલ્લામાં ગરમીમાં આંશિક રાહત મળી છે

હાલ રાજ્યના અનેક જિલ્લામાં ગરમીમાં આંશિક રાહત મળી છે. ત્યારે અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42.08 ડિગ્રી, વડોદરામાં 40.08 ડિગ્રી, ભાવનગરમાં 39.2 ડિગ્રી, ભૂજમાં 40.2 ડિગ્રી તથા દાહોદમાં 39.1 ડિગ્રી સાથે દમણમાં 35.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડાંગમાં 39.0 ડિગ્રી અને ડીસામાં 41.8 ડિગ્રી તથા દીવમાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘર બહાર ન નીકળવા અપીલ કરાઇ

દ્વારકામાં 31.0 ડિગ્રી તથા ગાંધીનગરમાં 43.2 ડિગ્રી, જામનગરમાં 34.5 ડિગ્રી અને કંડલામાં 39.9 ડિગ્રી તથા નલિયામાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં ઓખામાં 32.4 ડિગ્રી તથા પોરબંદરમાં 37.2 ડિગ્રી, રાજકોટમાં 43.0 ડિગ્રી, સુરતમાં 34.4 ડિગ્રી, સુરત ગ્રામ્યમાં 33.6 ડિગ્રી તથા વેરાવળમાં 34.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે કચ્છમાં ભીષણ ગરમીને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ભુજમાં 66 વર્ષીય બચુભા જાડેજાનું સારવાર દરમિયાન મોત થયુ છે. તેમજ મમુઆરા ગામે 38 વર્ષીય સિરાજઉદીન રહેમાનનું પણ ગરમીને કારણે લુ લાગતા મોત નિપજયુ છે. તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘર બહાર ન નીકળવા અપીલ કરાઇ છે.

આ પણ વાંચો: Surat : હર્ષ સંઘવીના ઘરની સામેના લક્ઝુરિયસ ફ્લેટમાં આગ, વેસુ વિસ્તારમાં અફરાતફરી

 

Tags :
AhmedabadAmbalal PatelGujarat FirstGujarat Gujarat NewsGujarat NewsGujarati NewsGujarati Top NewsPremonsoonTop Gujarati News
Next Article