Gujarat: રાજ્યમાં આજે ST બસ કંડકટરની ભરતી માટે OMR આધારિત લેખિત પરીક્ષા
- 2,320 કંડકટરની જગ્યા માટે લેવાઇ રહી છે પરીક્ષા (Exam)
- રાજ્યભરમાંથી 35,000થી વધારે ઉમેદવારો આપશે પરીક્ષા
- 12 પાસની લાયકાતવાળા ઉમેદવારો માટે લાંબા સમય બાદ પરીક્ષા
Gujarat રાજ્યમાં આજે ST બસ કંડકટરની ભરતી માટે પરીક્ષા યોજાઇ રહી છે. જેમાં 2,320 કંડકટરની જગ્યા માટે પરીક્ષા (Exam) લેવાઇ રહી છે તેમાં રાજ્યભરમાંથી 35,000થી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે. જેમાં 12 પાસની લાયકાતવાળા ઉમેદવારો માટે લાંબા સમય બાદ પરીક્ષા (Exam) યોજવામાં આવી રહી છે.
એસટી વિભાગની બસોમાં કંડકટરની 2320 જેટલી જગ્યા માટે આ ભરતી પરીક્ષા (Exam)
રાજ્યમાં આજે ગુજરાત વાહન વ્યવહાર વિભાગમાં કંડકટરની ભરતી માટેની પરીક્ષા (Exam) યોજાઇ રહી છે. એસટી વિભાગની બસોમાં કંડકટરની 2320 જેટલી જગ્યા માટે આ ભરતી પરીક્ષા યોજાય રહી છે. જેમાં રાજ્યભરમાંથી 35,200થી વધારે ઉમેદવારો આ પરીક્ષા (Exam) આપી રહ્યાં છે. આ ભરતી પરીક્ષાની ખાસિયત એ છે કે કંડકટરની નોકરી માટે ધોરણ 12 પાસની લાયકાત વાળા ઉમેદવારો માટે મહત્વની તક છે. કારણ કે હવે મોટાભાગની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન સુધી કરી દેવામાં આવી છે. જેથી ધોરણ 12 પાસ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખૂબ મર્યાદિત તક રહેલી છે, જે તેઓ આજે અજમાવી રહ્યા છે.
આ પણ વાંચો: Gondal : ખંઢેર મકાનમાંથી અર્ધબળેલી લાશ મળી, હત્યા કે આત્મહત્યા ? રહસ્ય અકબંધ
ઉમેદવારો માટે કુલ 100 માર્કનું પેપર રહેવાનું છે
અમદાવાદ ગાંધીનગર અને રાજકોટ, મહેસાણા શહેરમાં આ પરીક્ષા (Exam)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉમેદવારો માટે કુલ 100 માર્કનું પેપર રહેવાનું છે. પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો આત્મવિશ્વાસથી સજજ જણાઈ રહ્યા છે કારણકે લાંબા સમય પછી GSRTC માં ભરતી માટે પરીક્ષા યોજાય રહી છે. આ પરીક્ષાની ખાસિયત એ છે કે પ્રશ્નપત્રમાં નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા (Exam) યોજાશે.
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, જાણો ક્યા પડ્યો કમોસમી વરસાદ


