Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર, 2000 ખાલી પદ માટે 4 સપ્તાહમાં થશે ભરતી

Gujarat Police Recruitment : ફેબ્રુઆરી 2025 સુધીમાં સબ્જેક્ટિવ લેખિત પરીક્ષા લેવામાં આવશે
પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર  2000 ખાલી પદ માટે 4 સપ્તાહમાં થશે ભરતી
Advertisement
  • 2000 પ્રમોશનલ જગ્યા પર એક મહિનામાં જ ભરતી કરવામાં આવશે
  • ફેબ્રુઆરી 2025 સુધીમાં સબ્જેક્ટિવ લેખિત પરીક્ષા લેવામાં આવશે
  • 1414 પીઆઇ અને પીએસઆઇને પ્રમોશન પણ આપવામાં આવશે

Gujarat Police Recruitment : પોલીસ ભરતી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર પોલીસ વિભાગમાં ખાલી પડેલી 2000 પ્રમોશનલ જગ્યા પર એક મહિનામાં જ ભરતી કરવામાં આવશે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે હાઇકોર્ટમાં માહિતી આપી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું હતું કે, શારીરિક પરીક્ષા માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, જે ઝડપથી જાહેરાત કરવામાં આવશે. પોલીસ ભરતી અંગેની વધુ સુનાવણી જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.

ફેબ્રુઆરી 2025 સુધીમાં સબ્જેક્ટિવ લેખિત પરીક્ષા લેવામાં આવશે

ઉલ્લેખનીય છે કે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ સુઓમોટો પીટીશન દાખલ થઈ હતી. જે સપ્ટેમ્બર 2019 ના નિર્દેશો પ્રમાણે કરવામાં આવી હતી. પોલીસ ભરતી માટે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે આજે સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું કે, પોલીસ વિભાગમા ખાલી પડેલી 2000 પ્રમોશનલ જગ્યા પર એક મહિનામાં જ ભરતી કરવામાં આવશે. તે ઉપરાંત પોલીસ વિભાગની તમામ જગ્યામાં 2026 સુધીમાં ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: બાળલગ્ન નિયંત્રણના દાવા પોકળ, રાજ્યમાં 12 થી 16 વર્ષની તરુણીઓ માતા બની

Advertisement

1414 પીઆઇ અને પીએસઆઇને પ્રમોશન પણ આપવામાં આવશે

તો પોલીસમાં વિવિધ પદો માટેની ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર-ડિસેમ્બર 2024 માં પૂર્ણ કરવામાં આવશે. અને જાન્યુઆરી 2025 માં પરિણામ જાહેર કરવામાં આવશે. તો પોલીસ ભરતી અંગે ફેબ્રુઆરી 2025 સુધીમાં સબ્જેક્ટિવ લેખિત પરીક્ષા લેવામાં આવશે. અને જુલાઈ સુધીમાં રીઝલ્ટ બહાર પાડવામાં આવશે. ભરતીનું ઓગસ્ટ 2025 સુધીમાં ફાઇનલ મેરીટ તૈયાર કરવામાં આવશે. સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ફેસની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ડિસેમ્બર 2024 સુધી 3800 થી વધુ એએસઆઈ હેડ કોસ્ટેબલની ભરતી કરવામાં આવશે. માર્ચ 2025 સુધી 1414 પીઆઇ અને પીએસઆઇને પ્રમોશન પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: રાજ્યમાં સ્પેશિયલ 26 ની જોવા મળી ઝાંખી, નકલી ED નું નીકાળ્યું સરઘસ

Tags :
Advertisement

.

×