Gandhinagar: ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયો 'GP–દ્રષ્ટી' પ્રોજેક્ટ, ડ્રોનના ઉપયોગથી રિસ્પોન્સ ટાઈમ ઘટશે
- ગુજરાત પોલીસે શરૂ કર્યો ખાસ પ્રોજેક્ટ 'GP–દ્રષ્ટી'
- ડ્રોનનો ઉપયોગ કરી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા આયોજન
- ઘટનાની જાણ થતાં જ ડ્રોન બેઝ સ્ટેશનને સૂચના અપાશે
- PCRની સાથે ડ્રોન પણ ઘટનાસ્થળે તાત્કાલિક રવાના થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનાં નેતૃત્વમાં ગુજરાત પોલીસ દ્વારા એક ખાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું નામ 'GP–દ્રષ્ટી' (ગુજરાત પોલીસ- ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઈન્ટરવેન્શન્સ) શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય રાજ્યમાં બનતી ઘટનામાં પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો છે.
ગુજરાત પોલીસે શરૂ કર્યો છે એક ખાસ પ્રોજેક્ટ ‘GP – DRASTI’...
PCR વાનની સાથે ડ્રોન પણ ઘટનાસ્થળે લઇ જવાશે
ઘટનામાં રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા ગુજરાત પોલીસે આ પ્રોજેક્ટ શરૂ કર્યો@GujaratPolice @AhmedabadPolice #Gujarat #Ahmedabad #Police #GPDrasti #PoliceDrone #Drone #GujaratPolice… pic.twitter.com/EngnHI1jwv— Gujarat First (@GujaratFirst) April 4, 2025
PCR વાન કરતા પણ ઓછા સમયમાં ડ્રોન પહોંચશે
આ પ્રોજેકટ બાબતે વિગતવાર માહિતી આપતા ગુજરાત રાજ્યનાં ડીજીપી વિકાસ સહાયે જણઆવ્યું હતું કે, રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ઘટના બને ત્યારે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ડ્રોન બેઝ સ્ટેશનને સૂચના આપવામાં આવશે. તેમજ પીસીઆર વાનની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચશે. સમય ઘટાડવા માટે તેમજ ઝડપી કામગીરી માટે ગુજરાત પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રોન પીસીઆર વાનની તુલનાએ 50 ટકાથી પણ ઓછા સમયમાં કેટલીકવાર માત્ર બે થી અઢી મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જાય છે.
પ્રથમ તબક્કામાં આ પ્રોજેક્ટ ક્યાં શહેરમાં અમલી થશે
આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ ડ્રોનની ખરીદી શરૂ કરવામાં આવશે. તેમજ હાલ 8 ડ્રોન છે. તેમજ બીજા 18 ડ્રોન આગામી સમયમાં ગુજરાત પોલીસને મળી જશે. પહેલા તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરના 33 પોલીસ સ્ટેશન ખાતે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Rajkumar Jat Case: રતનલાલ જાટે ન્યાય માટે કર્યો હુંકાર, હું જીવીશ ત્યાં સુધી મારા પુત્ર માટે લડતો રહીશ
6 દિવસની તાલીમ આપવામાં આવશે
આ પ્રોજેક્ટ માટે ગુજરાત પોલીસના કર્મચારીઓ માટે ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે છ દિવસીય તાલીમનું આયોજન પણ કરવામાં આવનાર છે. જે બાદ તાલીમ પૂર્ણ થયા બાદ અમદાવાદ શહેરનાં 8 પોલીલ મથકોમાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અને ત્યાર બાદ વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં પણ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.


