Gujarat Politics : શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટીને મળ્યું આ ચૂંટણી ચિહ્ન!
- શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી સાથે ઉતરશે ચૂંટણી મેદાને (Gujarat Politics)
- 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક' પાર્ટી સાથે લડશે ચૂંટણી
- રાજ્ય ચૂંટણી આયોગનાં સૂચન બાદ પાર્ટીને મળ્યું ચૂંટણી ચિહ્ન
- શંકરસિંહ વાઘેલા 'ભાલો' સીમા ચિહ્ન સાથે લડશે ચૂંટણી
Gujarat Politics : ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) એકવાર ફરી ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. ગુજરાતની રાજનીતિનાં (Gujrat Politics) 'બાપુ' એટલે કે શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. તેમનું પાર્ટીનું નામ 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક' (Praja Shakti Democratic) નક્કી કરાયું હોવાનું હાલ જાણવા મળ્યું છે. જ્યારે, હવે તેમની પાર્ટીને ચૂંટણી ચિહ્ન મળ્યું છે.
આ પણ વાંચો - Gujrat Politics નાં 'બાપુ' શંકરસિંહ વાઘેલા ફરી એકવાર નવી પાર્ટી સાથે કરશે Entry!
શંકરસિંહ બાપુની નવી પાર્ટીને ચૂંટણી ચિહ્ન મળ્યું
વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) એકવાર ફરી ભાજપ (BJP) અને કોંગ્રેસની (Congress) ચિંતા વધારવા ચૂંટણી મેદાને ઉતરવાના છે. શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક' સાથે એન્ટ્રી કરવાનાં છે. જો કે, હવે એવા સમાચાર સામે આવ્યા છે કે શંકરસિંહ બાપુની નવી પાર્ટીને ચૂંટણી ચિહ્ન પણ મળી ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગનાં (State Election Commission) સૂચન બાદ આ ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યું છે.
Shankersinh Vaghela પોતાની પાર્ટી સાથે Election મેદાનમાં ઉતરશે@ShankersinhBapu #ShankersinhVaghela #Election2024 #PoliticalNews #GujaratPolitics #ElectionCampaign #PoliticalLeader #GujaratFirst pic.twitter.com/eqMq1uWbrp
— Gujarat First (@GujaratFirst) November 21, 2024
આ પણ વાંચો - Gandhinagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ વેગવંતી થઈ, રાજ્ય ચૂંટણી પંચે કર્યો આદેશ!
'ભાલો' સીમા ચિહ્ન સાથે ચૂંટણી મેદાને ઉતરશે 'બાપુ'!
અહેવાલ છે કે, શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટી 'ભાલો' સીમા ચિહ્ન સાથે ચૂંટણી મેદાને ઉતરશે. એવી પણ માહિતી છે કે શંકરસિંહ વાઘેલા સીધી રીતે પાર્ટીનાં કોઈ હોદ્દા પર નહીં હોય. પરંતુ, તેઓ પાર્ટી માટે ચૂંટણી સંબંધિત રણનીતિ ઘડશે. શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નવા પક્ષની જાહેરાત કરવામાં આવશે. જલદી સમર્થકો સાથે આ જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો - Praful Pansheriya: નિર્ધારિત સ્વેટર અંગે ખાનગી શાળાઓને રાજ્ય શિક્ષણ મંત્રની કડક સૂચના


