Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ગુજરાત ક્યારે પહોંચશે ચોમાસુ

28 મે થી જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ આવશે
gujarat rain   રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી  જાણો ગુજરાત ક્યારે પહોંચશે ચોમાસુ
Advertisement
  • આંધી વંટોળ સાથે રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ થઈ શકે છે
  • 28 મે થી જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા
  • પવનની ગતિના કારણે પશુપાલકોએ સાવચેતી રાખવી પડશે

Gujarat Rain : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આજે આંધી વંટોળ સાથે રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ થઈ શકે છે. 28 મે થી જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ આવશે. જેમાં પવનની ગતિના કારણે પશુપાલકોએ સાવચેતી રાખવી પડશે. ચોમાસુ હાલમાં ગતિ પકડી રહ્યું છે.

10 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ પહોંચશે

10 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ પહોંચશે. તેમજ અરબ સાગરની સિસ્ટમ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવશે. તથા મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે જેનાથી જલ ભરાવની સ્થિતિ સર્જાશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. તથા ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. શરૂઆતી વરસાદ બાદ સિસ્ટમ ન બનતા 10 જૂન બાદ છૂટોછવાયો વરસાદ આવી શકે છે. જેમાં 10 જૂન બાદ વરસાદ ખેંચાવાની શક્યતા છે. અરબી સમુદ્ર તોફાની બનશે અને કરંટ જોવા મળશે જેમાં
65 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

Advertisement

મધ્ય ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થશે

અંબાલાલે પટેલે વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, રત્નાગિરી આસપાસ સિસ્ટમ પહોંચી છે. ડિપ્રેશનને કારણે રત્નાગિરી અને કોંકણમાં અતિભારે વરસાદ આવ્યો છે. સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 28 થી 31 મે દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડશે. તેમજ 28 મે થી 27 જુન સુધી પવનની ગતિ વધુ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થશે.

Advertisement

આ પણ વાંચો: Gujarat Rain : વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

Tags :
Advertisement

.

×