Gujarat Rain : રાજ્યના વાતાવરણમાં પલટો, અમદાવાદ સહિત જાણો ક્યા ખાબક્યો ગાજવીજ સાથે વરસાદ
- ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોને ચિંતા વ્યાપી
- રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- ગોતા, સોલા ભાગવત, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ
Gujarat Rain : ગુજરાતમાં આગામી 5 દિવસ પવન સાથે વરસાદ આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું છે તથા કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી કરાઇ છે. ગુજરાતમાં 12 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. તેમજ ગોતા, સોલા ભાગવત, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.
-મહેસાણામાં ભરઉનાળે કમોસમી વરસાદ
-વીજળીના કડકા સાથે મહેસાણામાં વરસાદ
-મોડી રાત્રે અનેક સ્થળે ખાબક્યો વરસાદ
-વડનગરમાં મોડી રાત્રે વરસાદથી પ્રસરી ઠંડક#MehsanaRain #UnseasonalRain #LightningStorm #SummerShowers #WeatherUpdate #GujaratFirst pic.twitter.com/0mGVTthCNP— Gujarat First (@GujaratFirst) May 4, 2025
સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી
ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 9મે સુધી શુષ્ક હવામાન અને કેટલાક સ્થળોએ છૂટાછવાયો વરસાદ પડી શકે છે. આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી છે. આ સિવાય વાત કરીએ તો 4 મેના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ સહિત કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી છે.
-બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ
-પાલનપુર, વડગામમાં પવન સાથે પડ્યા કરા
-ડીસા, લાખણી, દાંતીવાડામાં ફૂંકાયો ભારે પવન
-ભારે પવન અને વરસાદથી બાજરીના પાકને નુકસાનની ભીતિ
-પવન સાથે કરા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક#BanaskanthaWeather #RainAndWind #CropDamageAlert #PalanpurRain… pic.twitter.com/URJHqugUiv— Gujarat First (@GujaratFirst) May 4, 2025
ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આગામી 6થી 9 મે સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે. આગામી નવ મે સુધી જુદા-જુદા જિલ્લાઓમાં 30થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે. ત્યારે મહેસાણામાં ભરઉનાળે કમોસમી વરસાદ આવ્યો છે. વીજળીના કડકા સાથે મહેસાણામાં વરસાદ શરૂ થયો છે. મોડી રાત્રે અનેક સ્થળે વરસાદ ખાબક્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ છે. પાલનપુર, વડગામમાં પવન સાથે કરા પડ્યા છે. તથા ડીસા, લાખણી, દાંતીવાડામાં ભારે પવન ફૂંકાયો છે. ભારે પવન અને વરસાદથી બાજરીના પાકને નુકસાનની ભીતિ છે.
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોને ચિંતા વ્યાપી
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોને ચિંતા વ્યાપી છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકામાં કમોસમી વરસાદ થયો છે. મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. બનાસકાંઠાના દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. ભારે પવન અને ગાજવીજ સાથે મોડી રાત્રે કમોસમી વરસાદ થયો છે. અંબાજી અને દાંતાના અંતરિયાળ ગામોમાં વરસાદથી ભર ઉનાળે ઠંડીનું વાતાવરણ સર્જાયું છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 4 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


