Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: પાટણ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો, જનજીવન અસ્ત વ્યસ્ત

Gujarat Rain: રાધનપુર, સાંતલપુરમાં ધોધમાર વરસાદી બેટીંગ રાધનપુરમાં 4 ઈંચ તો સાંતલપુરમાં 5 ઈંચ વરસાદ નીચાણવાળા વિસ્તારો થયા પાણીમાં ગરકાવ Gujarat Rain: પાટણ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. જેમાં રાધનપુર, સાંતલપુરમાં ધોધમાર વરસાદી બેટીંગ થઇ છે. તેમાં રાધનપુરમાં...
gujarat rain  પાટણ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો  જનજીવન અસ્ત વ્યસ્ત
Advertisement
  • Gujarat Rain: રાધનપુર, સાંતલપુરમાં ધોધમાર વરસાદી બેટીંગ
  • રાધનપુરમાં 4 ઈંચ તો સાંતલપુરમાં 5 ઈંચ વરસાદ
  • નીચાણવાળા વિસ્તારો થયા પાણીમાં ગરકાવ

Gujarat Rain: પાટણ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. જેમાં રાધનપુર, સાંતલપુરમાં ધોધમાર વરસાદી બેટીંગ થઇ છે. તેમાં રાધનપુરમાં 4 ઈંચ તો સાંતલપુરમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. મસાલી રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. તેમાં સાંતલપુર નેશનલ હાઇવે તેમજ નીચાણ વાળા ગ્રામ્ય પંથકમા વરસાદી પાણી ભરાયા છે. અવિરત વરસાદ વરસતા લોકોનું જન જીવન અસ્ત વ્યસ્ત થયુ છે.

બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો

ગુજરાતમાં મજબૂત સિસ્ટમની અસર રાજ્યમાં પાછલા 24 કલાકમાં જોવા મળી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે સિસ્ટમ વિખેરાતા વરસાદના જોરમાં ઘટાડો થયો છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ રવિવારે લગભગ દિવસ દરમિયાન વરસાદ રહ્યો હતો. હવે આજથી વરસાદમાં ઘટાડો થયો છે અને તેની અસર પણ દેખાઈ રહી છે. આજે આકાશ સ્વચ્છ છે અને ઘણાં ભાગોમાંથી વરસાદનું જોર ઘટી ગયું છે. હવામાન વિભાગે આજના દિવસ માટે કરેલી આગાહીમાં 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Advertisement

Advertisement

Gujarat Rain: ડિપ ડિપ્રેશનના કારણે કચ્છ, સૌરાષ્ટ્રમાં 3 કલાક ભારે છે

આજના દિવસ માટે ક્યાંય ભારેથી અત્યંત ભારે કે અસાધારણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગે કરેલી આગાહીમાં દક્ષિણ સૌરાષ્ટ્ર તથા મધ્ય પૂર્વ ગુજરાતથી દક્ષિણ ગુજરાતના બે જિલ્લાને બાદ કરતા તમામમાં નો-વોર્નિંગ ઝોનમાં રાખવામાં આવ્યા છે. ભુક્કા બોલાવ્યા બાદ હવે વરસાદનું જોર ઘટી શકે છે. જેમાં વરસાદી સિસ્ટમ રાજસ્થાનથી પાકિસ્તાન તરફ ફંટાઈ છે. સિસ્ટમ કચ્છ, રાજસ્થાન અને પાકિસ્તાનના ત્રિભેટે સ્થિર છે. બાડમેરથી 120 કિમી દક્ષિણ-પૂર્વમાં સિસ્ટમ કેન્દ્રિત છે. આગામી થોડા કલાકોમાં ડિપ ડિપ્રેશન નબળું પડશે. જેમાં ડિપ ડિપ્રેશનના કારણે કચ્છ, સૌરાષ્ટ્રમાં 3 કલાક ભારે છે.

આ પણ વાંચો: Gujarat Rain: કચ્છમાં આવેલા રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ

Tags :
Advertisement

.

×