Gujarat Rain: હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી, NDRF-SDRFની 32 ટીમોને સ્ટેન્ડ બાય
- આગામી 7 દિવસ ભારે વરસાદની કરી આગાહી
- સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી
- બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પડી શકે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદ પડી શકે છે. જેમાં ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ પડી શકે છે.
Gujarat Rain Alert : આજથી સક્રિય થઇ વરસાદી સિસ્ટમ, સૌરાષ્ટ્ર, કચ્છમાં અસર ઓછી રહેશે । Gujarat First#gujarat #heavyrain #heavyrainfall #rainingujarat #weatherupdate #gujaratfirst pic.twitter.com/wzzpLeMHqK
— Gujarat First (@GujaratFirst) July 2, 2025
છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત ભારે વરસાદની આગાહી
છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત ભારે વરસાદની આગાહી છે. તેમજ ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદની આગાહી સાથે અમદાવાદના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 4 જુલાઇ બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 4 જુલાઇ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની સંભાવનાને જોતા અગમચેતીના ભાગરૂપે NDRF-SDRFની 32 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
જુલાઈમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી
જુલાઈમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી છે. રાજ્યમાં સાત દિવસ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય થતા 7 જુલાઇ સુધી ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદનું અનુમાન છે. વરસાદગની શક્યતાને જોતા હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. અમદાવાદમાં જુલાઈ મહિનામાં સરેરાશ 12 ઈંચ કરતા વધુ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. અપર એર સાયક્લોનિક સરર્ક્યુલેશન, ટ્રફની સિસ્ટમ અને લોપ્રેશર સક્રિય થવાની ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: Today Tapi River Birthday : તાપીમાતાના જન્મદિવસની ઉજવણી, સ્મરણ માત્રથી તમામ પાપોનો થાય છે નાશ


