Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાનું આગમન, જાણો ક્યા છે ધોધમાર વરસાદની આગાહી

અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનથી લો પ્રેશર બનશે. આજે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
gujarat rain  ગુજરાતમાં ચોમાસાનું આગમન  જાણો ક્યા છે ધોધમાર વરસાદની આગાહી
Advertisement
  • રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો
  • કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી
  • માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાનું આગમન થયુ છે. જેમાં ભારે પવન અને કડાકા ભડાકા વીજળી સાથે મેઘરાજાનું આગમન થયુ છે. અપર એલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે. અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનથી લો પ્રેશર બનશે. આજે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે.

કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી

આજે કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. મેઘરાજાના આગમનથી કાળજાળ ગરમીમાં રાહત મળશે. જેમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Advertisement

રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો

રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો છે. રાજકોટમાં ગઈકાલે માત્ર દોઢ કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આજે 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે, જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.

Advertisement

ભાવનગર જિલ્લાને મેઘરાજાએ ઘમરોળ્યુ

ભાવનગર જિલ્લાને મેઘરાજાએ ઘમરોળ્યુ છે. ખાસ કરીને જેસરમાં તો જાણે આભ ફાટયું હોય તેમ 6 કલાક સુધીમાં ધોધમાર સાડા દસ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભારે વરસાદના પગલે તળાજાના વાલર ગામની બગડ નદીમાં ફસાયેલા પાંચ વ્યક્તિ તેમજ મહુવાના તલગાજરડામાં કોઝવે પાસે સ્કૂલ બસ ફસાતા વહીવટી તંત્ર અને ગ્રામ્ય જનતાએ જીવના જોખમે 36 વિદ્યાર્થીઓને બચાવી બહાર કાઢી લીધા હતા. તળાજી નદી, બગડ નદી, ગૌતમેશ્વર તળાવ, માલણ ડેમ વગેરે બે કાંઠે-ઓવરફ્લો થતાં આસપાસના ગામો-વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં અન્યત્ર જ્યાં ભારે વરસાદ પડયો તેમાં અમરેલી, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટનો સમાવેશ થાય છે. સાવરકુંડલા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગત રાત્રિથી મેઘમહેર શરૂ થતાં તેના પગલે નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક ચેકડેમો છલકાઈ ગયા છે. જયારે ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.

આ પણ વાંચો: Canada G7: 'ઈરાનની હાર નિશ્ચિત છે...', G7 બેઠકમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ટેકો આપ્યો

Tags :
Advertisement

.

×