Gujarat Rain: રાજ્યમાં 129 તાલુકામાં માવઠું, જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ
- Gujarat Rain: તાપીના સોનગઢમાં 4 ઈંચ, ઉમરપાડામાં 3 ઈંચ વરસાદ
- ઉના, જાફરાબાદ, સુત્રાપાડા, ડેડિયાપાડામાં 3 ઈંચ
- રાજુલા અને ભાવનગરમાં પણ વરસ્યો 3 ઈંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 129 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં 4 ઈંચ, ઉમરપાડામાં 3 ઈંચ વરસાદ તથા ઉના, જાફરાબાદ, સુત્રાપાડા, ડેડિયાપાડામાં 3 ઈંચ અને રાજુલા અને ભાવનગરમાં પણ વરસ્યો 3 ઈંચ વરસાદ છે. ગુજરાતમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે. ખેડામાં ધોધમાર વરસાદથી ડાંગર અને શાકભાજીના પાકોને નુકસાનની ભીતિ છે. મહીસાગરમાં ધીમી ધારે વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.
અમરેલીના જાફરાબાદમાં શેરીઓમાં પાણી ભરાયું
અમરેલીના જાફરાબાદમાં શેરીઓમાં પાણી ભરાયું, જ્યારે બોટાદમાં કપાસ અને મગફળીના પાકને નુકસાનનો ખતરો છે. ભાવનગરના સિહોરમાં વહેલી સવારથી વરસાદે રસ્તાઓ પાણી ભરાયા, અને ગૌતમેશ્વર નદી બે કાંઠે વહેતાં વાહનચાલકો પરેશાન થયા. સિહોરના ગૌતમેશ્વર તળાવના બે દરવાજા ખોલાયા. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો.જેના 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. અને 5310 ક્યુસેક પાણીની આવક-જાવક નોંધાઈ છે. જેસર પંથકમાં ભારે વરસાદથી માલણ ડેમના 30 દરવાજા ખોલાયા અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર થયું છે.
Unseasonal Rain Alert | સાવધાન, 48 કલાક અતિભારે,
અમરેલી, ગીરસોમનાથમાં રેડ એલર્ટ | Gujarat First#Gujarat #Amreli #GirSomnath #RedAlert #RainForecast #UnseasonalRain #48HoursWarning #GujaratFirst pic.twitter.com/phMop6K6Yn— Gujarat First (@GujaratFirst) October 27, 2025
Gujarat Rain: માત્ર 2 કલાકમાં અમરેલીમાં માવઠાનો માર પડ્યો
માત્ર 2 કલાકમાં અમરેલીમાં માવઠાનો માર પડ્યો છે. તેમજ રાજુલામાં 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 6 ઈંચ વરસાદ તથા ભાવનગરના મહુવામાં 3 અને વલ્લભીપુરમાં 2 ઈંચ વરસાદ અને સાવરકુંડલા અને લીલીયામાં પણ 2 ઈંચ વરસાદ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે. જેમાં કુંભરવાડાના કૈલાસવાડી પાસે વરસાદી પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન છે. માલણ ડેમના ત્રીસ દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણ વાળા વિસ્તારોમાં નદીમાં અવર જવર ન કરવા સુચન છે. ભારે વરસાદથી પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા છે.
દ્વારકા જિલ્લામાં કોસ્ટગાર્ડ દ્વારા એલર્ટ અપાયુ
દ્વારકા જિલ્લામાં કોસ્ટગાર્ડ દ્વારા એલર્ટ અપાયુ છે. ખરાબ હવામાનને લઈ માછીમારો માટે એલર્ટ છે. નજીકના બંદરે તાત્કાલિક પહોંચવા માછીમારોને સૂચના છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સૂચના છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો, જ્યારે સેવાલિયા, થર્મલ, મેનપુરા, વસો અને માલવણમાં ઝાપટાં નોંધાયા છે. આ વરસાદથી તમાકુ, શાકભાજી અને ધાનના પાકને નુકસાનની ભીતિ છે. મહીસાગરમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ ચાલુ છે, જેમાં લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા અને બાલાસિનોરમાં ખેડૂતો ચિંતિત છે.
વહીવટીતંત્રે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે
અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદથી શેરીઓ અને દરિયાઈ વિસ્તારોમાં પાણી ભરાયું છે. બોટાદમાં ગઢડા, અડતાળા, લાખણકા, ગઢાળી, ચિરોડા, વનાળી, બોડકી, રણીયાળા, ગુંદાળા અને પડવદરમાં વરસાદથી કપાસ, મગફળી, જુવાર અને બાજરીના પાકને નુકસાનનો ખતરો છે. ભાવનગરના સિહોરમાં વહેલી સવારથી વરસાદે રોડ-રસ્તા પાણી ભરાયા, અને ગૌતમેશ્વર નદી બે કાંઠે વહેતાં વાહનચાલકો પરેશાન થયા. વહીવટીતંત્રે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
આ પણ વાંચો: Gujarat Rain: અરબસાગરમાં ડિપ્રેશન બનતા વરસાદની આગાહી, જાણો ક્યા છે મેઘનું એલર્ટ


