Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 227 તાલુકામાં શ્રીકાર વર્ષા

બોટાદના બરવાળામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ સુરેન્દ્રનગરના સાયલામાં સાડા 6 ઇંચ વરસાદ
gujarat rain  રાજ્યમાં 24 કલાકમાં 227 તાલુકામાં શ્રીકાર વર્ષા
Advertisement
  • બોટાદના બરવાળામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ
  • સુરેન્દ્રનગરના સાયલામાં સાડા 6 ઇંચ વરસાદ પડ્યો
  • બોટાદમાં સાડા 5 અને સુરેન્દ્રનગરના મૂળીમાં 5 ઇંચ વરસાદ

Gujarat Rain: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 227 તાલુકામાં શ્રીકાર વર્ષા થઇ છે. જેમાં બોટાદના બરવાળામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ સુરેન્દ્રનગરના સાયલામાં સાડા 6 ઇંચ વરસાદ સાથે બોટાદમાં સાડા 5 અને સુરેન્દ્રનગરના મૂળીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જામનગરના જોડિયામાં સવા 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ ઉમરાળા અને થાનગઢમાં 5 ઇંચ વરસાદથી પાણી-પાણી થયુ છે.

સુરેન્દ્રનગરના ચૂડા, બોટાદના રાણપુરમાં 4-4 ઇંચ વરસાદ થયો

સુરેન્દ્રનગરના ચૂડા, બોટાદના રાણપુરમાં 4-4 ઇંચ વરસાદ થયો છે. રાજ્યના 32 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકામાં અડધાથી દોઢ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 227 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 7.5 ઇંચ બરવાળા તાલુકામાં નોંધાયો હતો. આ ઉપરાંત સાયલામાં 6.3 ઇંચ, બોટાદમાં 5.4, મુળીમાં 5.3, જોડીયામાં 5.2, ઉમરાળામાં 4.8, થાનગઢમાં 4.8 અને વલભીપુરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ સાયલા તાલુકાનો નિંભણી ડેમ 70 ટકા ભરાયો છે. તેથી નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ કરાઇ છે.

Advertisement

માલમિલકતને સલામત સ્થળે ખસેડી લેવા સૂચના આપવામાં આવી

નિંભણી ડેમ 70 ટકા ભરાઈ ગયો છે તેમજ ભારે વરસાદ થાય તો ડેમની જળ સપાટીમાં વધારો થવાની શક્યતા છે. આથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા સાયલા તાલુકાના અમરાપર, વાંટાવચ્છ, સુદામડા, નથુપુરા, વડીયા, સમઢીયાળા અને વઢવાણ તાલુકાના મોટી મોરવાડ, નાની મોરવાડ, વસ્તડી ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા માલમિલકતને સલામત સ્થળે ખસેડી લેવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Kirti Patel Controversy: સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી

Tags :
Advertisement

.

×