Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ, જાણો ક્યા થઇ સૌથી વધુ મેઘમહેર
- મહીસાગરના કડાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો
- પાલનપુરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે
- 7 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ છે. જેમાં મહીસાગરના કડાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ પાલનપુરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. તથા 7 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ આવ્યો છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગાહી પ્રમાણે આગામી 24 કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ બનાસકાંઠા, તાપી,ડાંગ, નવસારી, વલસાડ, સાબરકાંઠા, નર્મદામાં ભારે વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 17 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 18 થી 20 જુલાઇ એટલે કે સપ્તાહના અંતે વરસાદ વિરામ લઇ શકે છે. આ સમયગાળા દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે.
સાત દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે
જો કે 26 થી 30 જુલાઇ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં પંચમહાલ, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલનો દાવો છે કે 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જ્યારે 24થી 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમું પડેલું ચોમાસું ફરી ગતિ પકડશે તેવી શક્યતા છે. આ સમય દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.
આ પણ વાંચો: Weather Alert: આગામી 7 દિવસ સુધી આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા


