Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, શ્રાવણમાં શ્રીકાર

છેલ્લા 2 કલાકમાં 98 તાલુકામાં વરસાદની ધડબડાટી તેમાં દસક્રોઈમાં 4 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર
gujarat rain  ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ  શ્રાવણમાં શ્રીકાર
Advertisement
  • વહેલી સવારથી રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો
  • છેલ્લા 2 કલાકમાં 98 તાલુકામાં વરસાદની ધડબડાટી
  • દસક્રોઈમાં 4 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain: ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, શ્રાવણમાં શ્રીકાર થયો છે. જેમાં વહેલી સવારથી રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 2 કલાકમાં 98 તાલુકામાં વરસાદની ધડબડાટી છે. તેમાં દસક્રોઈમાં 4 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર છે. તથા ખેડાના મહેમદાવાદમાં સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કઠલાલ અને નડિયાદ તાલુકામાં 4-4 ઈંચ વરસાદ વરસ્યો છે.

Advertisement

માતર, ભિલોડા, ભાભર તાલુકામાં સાડા 3 ઈંચ વરસાદ

માતર, ભિલોડા, ભાભર તાલુકામાં સાડા 3 ઈંચ વરસાદ સાથે ઉમરેઠ, બાવળા, કાંકરેજ અને પાટણમાં 3-3 ઈંચ વરસાદ તથા વઘઈ, મહુધા, સુબીર, સિદ્ધપુર, ધોળકામાં અઢી ઈંચ અને ડેસર, વાંસદા, વડગામ, ગળતેશ્વર, વસોમાં સવા 2 ઈંચ થયો છે. તેમજ સરસ્વતી, વિસનગર, ખેડા, આહવામાં 2-2 ઈંચ વરસાદ તથા સુઈગામ, દિયોદર, અમદાવાદ શહેરમાં 2-2 ઈંચ વરસાદ થયો છે.

Advertisement

રાજ્યના 24 તાલુકામાં 1થી 2 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. તેમજ બનાસકાંઠાના વડગામમાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. તથા અરવલ્લીના મોડાસામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં સાબરકાંઠાના તાલોદમાં 5.5 ઈંચ વરસાદથી પાણી પાણી થયુ છે.

અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

સિદ્ધપુર, કપડવંજ અને દહેગામમાં 4.5 ઈંચ વરસાદ તથા ખેડાના જિલ્લાના કઠલાલ તાલુકામાં 4 ઈંચ વરસાદ થયો છે. મહેસાણા, લુણાવાડા, ધરમપુરમાં 4 ઈંચ વરસાદ થયો છે. તેમાં 20 તાલુકમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબકયો છે. બાકીના તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યારસુધીમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને આજે સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat Monsoon: રાજ્યમાં સીઝનનો સરેરાશ 58.22 ટકા વરસાદ, જાણો સૌથી વધુ ક્યા ખાબક્યો મેઘ

Tags :
Advertisement

.

×