Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ, જાણો ગુજરાતના વિવિધ ડેમમાં કેટલી થઇ પાણીની આવક

નર્મદામાં સરદાર સરોવર ડેમમાં પાણી આવકમાં વધારો થયો છે ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઇ રાજ્યમાં છેલ્લા ચાર કલાકમાં 66 તાલુકામાં વરસાદ આવ્યો Gujarat Rain: ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર કલાકમાં 66 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે...
gujarat rain  રાજ્યમાં ધોધમાર વરસાદ  જાણો ગુજરાતના વિવિધ ડેમમાં કેટલી થઇ પાણીની આવક
Advertisement
  • નર્મદામાં સરદાર સરોવર ડેમમાં પાણી આવકમાં વધારો થયો છે
  • ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઇ
  • રાજ્યમાં છેલ્લા ચાર કલાકમાં 66 તાલુકામાં વરસાદ આવ્યો

Gujarat Rain: ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર કલાકમાં 66 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે નર્મદામાં સરદાર સરોવર ડેમમાં પાણી આવકમાં વધારો થયો છે. જેમાં ઉપરવાસમાંથી 54,032 ક્યૂસેક પાણીની આવક થઇ છે. મધ્યપ્રદેશમાં સતત વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 118.08 મીટર છે. તેમાં પાણી આવક થતા CHPH 1 અને RBPHના 4 પાવર હાઉસ ચાલુ કરાયા છે. જેમાં પાવર હાઉસ ચાલુ થતા નિગમને કરોડો રૂપિયાની આવક થઇ છે. નર્મદાની મેન કેનલમાં 12200 ક્યૂસેક પાણી છોડાયું છે. જેમાં નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઇ

ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઇ છે. ધરોઈ ડેમની જળ સપાટી 608.18 ફૂટ પહોંચી છે. જેમાં ધરોઈ ડેમમાં 868 ક્યુસેક પાણીની આવક થઇ છે. ધરોઈ ડેમમાં જળ સંગ્રહ 53.69 ટકા થયો છે. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા જળસપાટી વધી છે. ઉકાઈ ડેમમાં હાલ 33 હજાર 466 કયુસેક પાણી આવક થઇ છે. જેમાં ઉકાઈ ડેમની જળસપાટી 317.40 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમની ભયજનક જળસપાટી 345 ફૂટ છે. જેમાં ડેમમાંથી 800 ક્યુસેક પાણીની જાવક થઇ છે.

Advertisement

રાજ્યમાં છેલ્લા ચાર કલાકમાં 66 તાલુકામાં વરસાદ આવ્યો

રાજ્યમાં છેલ્લા ચાર કલાકમાં 66 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. તેમાં સુરતના ઉમરપાડમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. ભરૂચના વાલિયા તાલુકામાં 2.5 ઈંચ વરસાદ તથા વલસાડના ધરમપુર તાલુકામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ અમિરગઢ, નાંદોદ, કુકરમુંડામ, વલસાડમાં 1.5 ઈંચ વરસાદ સાથે બાકીના અન્ય તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad News: આઝાદ સોસાયટીમાં પાણીની ટાંકી ધસી પડી, સ્થાનિકોનું રેસ્ક્યુ કરાયું

Tags :
Advertisement

.

×