Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને નશો કરવો ભારે પડ્યો

રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ નશાની હાલતનો વીડિયો વાયરલ બાબતે તપાસના આદેશ
gujarat  છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને નશો કરવો ભારે પડ્યો
Advertisement
  • મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા આરોગ્ય તંત્ર હરકતમાં
  • આરોગ્ય અધિકારીની અધ્યક્ષતા વાળી તપાસ ટીમની નિમણૂક કરવામાં આવી
  • કથળતી આરોગ્ય સેવાની ફરીયાદ વચ્ચે વીડિયો વાયરલ થતાં ચકચાર

Chhota Udepur જિલ્લાના ક્વાંટ રેફરલ હોસ્પિટલ (Referral Hospital)ના સુપ્રિટેન્ડેન્ટ નશાની હાલતનો વીડિયો વાયરલ બાબતે તપાસના આદેશ અપાયા છે. જેમાં મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. તેમાં ડોક્ટર (Doctor) અનિલ યાદવ પાસેથી સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ લઈ લેવાયો છે. તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતા વાળી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

દર્દીના રિપોર્ટ જોવાની ઘસીને ના પાડી હતી

રવિવારના રોજ કવાટ તાલુકાના એક નાગરિક કવાટ સરકારી દવાખાના ખાતે તેઓના સગાને લઇ ગયા હતા. દર્દીને અચાનક છાતીમાં અને પેટમાં દુખવાની તકલીફ ઊભી થઈ હતી કવાટ રેફરલ હોસ્પિટલ (Referral Hospital) ખાતે ડોક્ટર હાજર ન હતા. ત્યારે હાજર સ્ટાફ નર્સ હતા. તેઓ દ્વારા ડોક્ટરને ફોન કરી જાણ કરી હતી. કહી શકાય અડધો કલાક જેટલો સમય વીત્યા બાદ સાહેબ આવ્યા હતા. તબીબ (Doctor) આવતાની સાથે જ આજે રવિવાર છે નો રટણ શરૂ કર્યું હતું. અને દર્દીના રિપોર્ટ જોવાની ઘસીને ના પાડી હતી. ત્યારે દર્દીના સગાને તબીબની હાલત શંકાસ્પદ જણાતા દર્દીના સગાએ તબીબ (Doctor) સાથે વાર્તાલાપ કરતો વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે તબીબ શું બોલતા હતા તે અંગે તેઓને ભાન ન હતું અને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી.

Advertisement

આરોગ્ય અધિકારીની અધ્યક્ષતા વાળી તપાસ ટીમની નિમણૂક કરવામાં આવી

અત્રે મહત્વની વાત એ છે કે તાલુકા મુખ્ય મથક પર ફરજ બજાવનારા રેફરલ હોસ્પિટલ (Referral Hospital) ના સુપ્રીમો જો ફરજ પ્રત્યે સભાન ના હોય તો અંતરિયાળ વિસ્તારમાં ચાલતા આરોગ્ય કેન્દ્ર અને અન્ય સ્ટાફની ફરજ પ્રત્યેની નિષ્ઠા વફાદારી અંગે સવાલો ઉભા થયા હતા. જોકે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સદર ઘટના બાબતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતા વાળી તપાસ ટીમની નિમણૂક કરવામાં આવી છે, અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આ સાથે સદર ડોક્ટર (Doctor) અનિલ યાદવ પાસેથી સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ લઈ તાલુકા હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ અગાઉ પણ આ તબીબને તેઓના અધિકારીઓ દ્વારા શિસ્ત પૂર્વક વર્તન કરવા બાબતે ટકોર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat Weather : ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન

કથળતી આરોગ્ય સેવાની ફરીયાદ વચ્ચે વીડિયો વાયરલ થતાં ચકચાર

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લામાં દિનબદિન કથળતી આરોગ્ય સેવાની ફરીયાદ વચ્ચે વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. અને જો તાલુકા મથકે હોસ્પિટલના સુપ્રીમો આવી બેદરકારી દાખવે તો અંતરિયાળ આરોગ કેન્દ્રોની હાલત શું હશે....? તેવા સણસણતા સવાલો પેદા થઇ રહ્યા છે, તેવામાં માત્ર આ એકજ નહી પરંતુ આવા તમામ બેદરકારોને તંત્ર દ્વારા શોધી કાઢી પરિણામલક્ષી અસરકારક કામગીરી કરી કડક રાહે પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

અહેવાલ: તૌફિક શેખ, છોટા ઉદેપુર

આ પણ વાંચો: Ahmedabad: શહેરના સારંગપુરથી અવર-જવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર

Tags :
Advertisement

.

×