ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Unseasonal Rain: વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગની જાણો આગાહી

વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તથા આગામી 48 કલાકમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સાથે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના
08:43 AM Oct 24, 2025 IST | SANJAY
વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તથા આગામી 48 કલાકમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સાથે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના
Gujarat Unseasonal Rain, Meteorological Department, Rain, Gujarat

Gujarat Unseasonal Rain: વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તથા આગામી 48 કલાકમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સાથે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે. તથા અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શકયતા છે.

ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ કે છાંટા પડી શકે છે

મહારાષ્ટ્ર સાથે જોડાયેલા દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ કે છાંટા પડી શકે છે. કેન્દ્રશાસિત દમણ અને દાદરા અને નગરહવેલીમાં પણ આ વરસાદની અસર જોવા મળશે. જોકે, રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે અને તાપમાનમાં કોઈ અસામાન્ય ફેરફાર જોવા નહીં મળે.

Gujarat Unseasonal Rain: શનિવારે સુરત, ડાંગ, તાપી નવસારીમાં વરસાદ પડશે

શનિવારે સુરત, ડાંગ, તાપી નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા અને નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ કે છાંટા પડી શકે છે.

દાદરા અને નગરહવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે

રવિવારે વરસાદનો વ્યાપ વિસ્તરે તેવી શક્યતા છે અને છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, પંચમહાલ, દાહોદ, વડોદરા, વલસાડ, દમણ અને દાદરા અને નગરહવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગર ઉપરાંત કેન્દ્રશાસિત દીવમાં કેટલાંક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આવતા સપ્તાહે સોમવારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી; સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ ઉપરાંત કેન્દ્ર શાસિત દીવ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 24 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

 

Tags :
GujaratGujarat Unseasonal rainMeteorological DepartmentRain
Next Article