Gujarati Top News : આજે 14 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 14 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : અમદાવાદના યુવક સાથે રૂ.1 કરોડ 42 લાખની છેતરપિંડી થઇ છે. ફરિયાદીને ગુરુલીન અગ્રવાલ નામની યુવતી સાથે મેટ્રિમોનીયલ સાઇટ થકી સંપર્ક થયો હતો તથા અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રાત્રિના સમયે પથ્થરમારાની ઘટના બની છે. રામલાલના ખાડા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની તેમજ લંડનમાં બની અમદાવાદ જેવી પ્લેન દુર્ઘટના. ઊડાન ભરતાવેંત B200 સુપરકિંગ એર ક્રેશ થયુ તથા ચૈતર વસાવાના જામીન મામલે ડિસ્ટ્રીકટ કોર્ટમાં સુનાવણી થશે. છેલ્લા કેટલાય દિવસથી કોર્ટમાં સુનાવણી ચાલતી હતી તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા શક્તિ પ્રદર્શન કરશે. સમર્થકો સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચશે તથા ગોંડલના રાજકુમાર જાટ કેસમાં સુનાવણી થશે. ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
અમદાવાદના યુવક સાથે રૂ.1 કરોડ 42 લાખની છેતરપિંડી
અમદાવાદના યુવક સાથે રૂ.1 કરોડ 42 લાખની છેતરપિંડી થઇ છે. ફરિયાદીને ગુરુલીન અગ્રવાલ નામની યુવતી સાથે મેટ્રિમોનીયલ સાઇટ થકી સંપર્ક થયો હતો. જેમાં ફરિયાદીને વાતોમાં ફસાવી વિશ્વાસ કેળવી ડોલરમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. તેમાં શરૂઆતના રોકાણમાં નફો બતાવી છેતરપિંડી આચરી હતી.
અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રાત્રિના સમયે પથ્થરમારાની ઘટના બની
અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રાત્રિના સમયે પથ્થરમારાની ઘટના બની છે. રામલાલના ખાડા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી. વાહન અકસ્માત બાદ તકરાર બાદ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. માધવપુરા પોલીસ સ્ટેશનમાં 10 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
લંડનમાં બની અમદાવાદ જેવી પ્લેન દુર્ઘટના
લંડનમાં બની અમદાવાદ જેવી પ્લેન દુર્ઘટના. ઊડાન ભરતાવેંત B200 સુપરકિંગ એર ક્રેશ થયુ છે. લંડનના સાઉથેન્ડ એરપોર્ટ પર દુર્ઘટના બની છે. જેમાં નેધરલેન્ડ્સના લેલીસ્ટેડ માટે ઉડાન ભરી હતી. તેમાં 12 મુસાફરોને લઈ જવા માટે વિમાન સક્ષમ છે. તથા વિમાનમાં સવાર લોકો અંગે હજુ અસમંજસ છે.
ચૈતર વસાવાના જામીન મામલે ડિસ્ટ્રીકટ કોર્ટમાં સુનાવણી થશે
ચૈતર વસાવાના જામીન મામલે ડિસ્ટ્રીકટ કોર્ટમાં સુનાવણી થશે. છેલ્લા કેટલાય દિવસથી કોર્ટમાં સુનાવણી ચાલતી હતી. ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં આજે ખબર પડશે. બંને પક્ષે શનિવારે તમામ દલીલો પૂર્ણ કરવામાં આવી હતી.
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા શક્તિ પ્રદર્શન કરશે
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા શક્તિ પ્રદર્શન કરશે. સમર્થકો સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચશે. કાંતિ અમૃતિયાની ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત થઇ છે. કાંતિ અમૃતિયા 150 કારના કાફલા સાથે ગાંધીનગર પહોંચશે. ગાંધીનગર પહોંચીને ગોપાલ ઈટાલિયાની રાહ જોશે. જેમાં ગોપાલ ઈટાલિયા નહીં આવે તો રાજીનામું નહીં આપે. ઈટાલિયા-અમૃતિયા વચ્ચે ચૂંટણી લડવા વાક્યુદ્ધ થયું હતું. તથા બંનેએ MLA પદેથી રાજનામું આપવા પડકાર ફેંક્યો હતો.
ગોંડલના રાજકુમાર જાટ કેસમાં સુનાવણી થશે
ગોંડલના રાજકુમાર જાટ કેસમાં સુનાવણી થશે. ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જેમાં CBI તપાસની રાજકુમાર જાટના પિતાની માગ છે. ગત સુનાવણીમાં HCએ પ્રોગ્રેસ રિપોર્ટ માગ્યો હતો તથા CCTV રિઝર્વ કરવા પણ HCએ નિર્દેશ આપ્યો હતો.


