Gujarati Top News : આજે 17 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 17 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળ તસ્કરીનો મોટો ભાંડોફોડ થયો છે. મુંબઈ-સુરત તરફ લઈ જવાતા 16 સગીર બાળકોને રેલવે પોલીસે બચાવ્યા તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠા પ્રવાસે છે. જેમાં દાંતાના મોટા પીપોદરાના કાર્યક્રમમાં હાજર રહેશે તેમજ ડિપ્લોમા, ડીગ્રી અને ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા ખોરવાઈ છે. જેમાં ગેરવહીવટ, બેદરકારીના પગલે પ્રવેશ પ્રક્રિયા ખોરવાઈ તથા પંચમહાલના ઘોઘંબામાં ભાજપના નેતા મિતલ પટેલ પર ફાયરિંગ કરાયુ છે. ઘોઘંબાના રણજીત નગરમાં ફાયરિંગની ઘટના બની છે તેમજ અમરેલી બાબરાના લુણકી ગામે સરપંચ પતિ પર હુમલો કરાયો છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળ તસ્કરીનો મોટો ભાંડોફોડ થયો
વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળ તસ્કરીનો મોટો ભાંડોફોડ થયો છે. મુંબઈ-સુરત તરફ લઈ જવાતા 16 સગીર બાળકોને રેલવે પોલીસે બચાવ્યા છે. તેમાં કિશોરોને બિહાર અને મધ્યપ્રદેશમાંથી લાલચ આપીને લઈ જવામાં આવી રહ્યા હતા. દસ્તાવેજોની ચકાસણીમાં 16 કિશોરો 18 વર્ષથી નાની વયના હોવાનું સામે આવ્યું છે. ત્યારે બાળ મજૂરીના ઇરાદે તસ્કરી માટે લઈ જવાતા હોવાની દિશામાં તપાસ શરૂ થઇ છે. વાલીઓને સંપર્ક કરી બાળકો સોંપવાની કાર્યવાહી ચાલુ છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠા પ્રવાસે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠા પ્રવાસે છે. જેમાં દાંતાના મોટા પીપોદરાના કાર્યક્રમમાં હાજર રહેશે. આદિવાસી સમાજના પંચો પણ ઉપસ્થિત રહેશે. 12 વર્ષ પહેલા ગામ છોડેલા પરિવારોનું પુનઃ વસન થશે. હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ પરિવારોનું પુનઃ વસન થશે. ચડોતરું પ્રથાના લીધે 12 વર્ષ પહેલા ગામ છોડ્યું હતું. જેમાં 29 પરિવારોના 300 સભ્યોનું પીપોદરામાં પુનઃ વસન થશે. 29 કોદરવી પરિવારો હવે પહેલાની જેમ જ ગામમાં રહેશે. હર્ષભાઈના હસ્તે ગબ્બર પોલીસ ચોકીનું પણ ઉદ્ઘાટન થશે. ગબ્બર ત્રણ રસ્તા પાસે ગબ્બર પોલીસ ચોકી બનાવાઈ છે.
ડિપ્લોમા, ડીગ્રી અને ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા ખોરવાઈ
ડિપ્લોમા, ડીગ્રી અને ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા ખોરવાઈ છે. જેમાં ગેરવહીવટ, બેદરકારીના પગલે પ્રવેશ પ્રક્રિયા ખોરવાઈ છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં સામે બેદરકારી આવી હતી. હજુ સુધી મોટા ભાગની ફાર્મસી કોલેજોને મંજૂરી મળી નથી. ડીગ્રી, ડિપ્લોમા, ફાર્મસીના વિદ્યાર્થીઓ ભાર મુંઝવણમાં છે.
પંચમહાલના ઘોઘંબામાં ભાજપના નેતા મિતલ પટેલ પર ફાયરિંગ કરાયુ
પંચમહાલના ઘોઘંબામાં ભાજપના નેતા મિતલ પટેલ પર ફાયરિંગ કરાયુ છે. ઘોઘંબાના રણજીત નગરમાં ફાયરિંગની ઘટના બની છે. ગ્રામ પંચાયતના બગીચા પાસે ફાયરિંગ કરાયું છે. તેમાં રણજીતનગર ગામના ડેપ્યુટી સરપંચ મિત્તલ પટેલ પર ફાયરિંગ કરાયું હતુ. અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થયા છે. બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું છે. ફાયરિંગની ઘટનામાં મિત્તલ પટેલનો આબાદ બચાવ થયો છે. એક રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા ઈસમો ફરાર થયા છે. મિત્તલ પટેલ ઘોઘંબા તાલુકાના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ છે. તથા રણજીતનગર ગામના ડેપ્યુટી સરપંચનો પણ હોદ્દો ધરાવે છે. ત્યારે રાજગઢ પોલીસે ફરિયાદની કાર્યવાહી કરી છે.
અમરેલી બાબરાના લુણકી ગામે સરપંચ પતિ પર હુમલો કરાયો
અમરેલી બાબરાના લુણકી ગામે સરપંચ પતિ પર હુમલો કરાયો છે. સાંજ સમયે સ્ટ્રીટ લાઈટની કામગીરી દરમિયાન હુમલો થયો છે. સરપંચના પતિ પરેશ કથીરિયા પર હુમલો થતા ચકચાર મચી છે. ઈજાગ્રસ્ત પરેશ કથીરિયા બાબરા હોસ્પિટલમાં દાખલ છે. જેમાં સ્થાનિક ભાજપના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા છે. જેમાં હુમલાખોરને તાત્કાલિક પકડવા સ્થાનિકોએ માગ કરી છે.


